SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય શ્રી મઘવાચક્રવતિ ચરિત્ર 1 ૧૨૩ બાલ્યકાળ, યુવાકાળ ચક્રીપદ અને સ્વર્ગગમન. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં સમુદ્ર વિજય નામે રાજા રાજ્ય કરતું હતું. તેને ભદ્ર અંગવાળી ભદ્રા.નામે ભાર્યા હતી. તેની કક્ષિને વિષે યક દેવકમાંથી ગ્યવી નરપતિ રાજાને જીવ અવતર્યો. ભદ્રાદેવીએ ચકું, વતિના જન્મને સૂચવનારાં ચૌદ વો જોયા. પૂર્ણ સમયે ભદ્રાદેવીએ સુવર્ણવર્ણવાળા પુત્રનો જન્મ આ સારા ગૃહૂતે સરદ્રવિજય જાજાએ પુત્ર પૃશ્વિમાં ઈન્દ્ર જે થશે એમ ધારી તેનું “મઘવા” એવું નામ પાડયું. મઘવા ઉંમરલાયક થતાં સાડીબેંતાલીશ ધનુષની કાયાવાળો થયો. સમુદ્રવિજયે તેને રાજ્યગાદી પી. ઘણા વર્ષ સુધી તેણે રાજ્ય પાળ્યા બાદ તેના શસ્ત્રાગારમાં એક વખત ચકર ન ઉત્પન્ન થયું. તે પછી બીજા પણ પુરોહિત વિગેરે તેર રત્નો તેને આવી મળ્યાં. મઘવાએ ચક્ર વિગેરે રત્નોની પૂજા કરી બહુમાન કર્યું દિગ્વિજય સાધવા ચકે પ્રયાણ કર્યું તેની પાછળ મઘવા રત્નો સહિત ઉપડશે. સૌ પ્રથમ માગધ-વરદામ અને પ્રભાસના અધિપતિ દેવને સાધ્યા. ત્યારપછી સિંધુદેવી, વૈતાઢ્ય કુમારદેવ અને તમિસા ગુફાના અધિપતિ કતમાળદેવને સાધ્યા. ત્યારબાદ ચક્રવર્તિએ પશ્ચિમનિકૂટને સાધવા સેનાપતિને મોકલ્યો. તે પશ્ચિમનિષ્ફટને સાથી પાછા આવ્યું અને તેણે દંડરત્નથી તમિસ્યા ગુફાના કમાડ ઉઘાડયાં. ચક્રીએ સિન્યસહિત ગુફામાં પ્રવેશ કર્યો અને ગુફામાં કાકિયું રત્નવડે માંડલાં દો. ઘેર અંધાર ગુફા મણિરત્નથી જળહળી ઉઠી ગુફામાં રહેલ ઉન્મજ્ઞા અને નિમગ્ના નદીને વાર્ષકિ રત્નથી પુલ બાધી ઉ૯લંધી. અને છેવટે ખુલ્લાં થઈ ગયેલાં બારણાવાળા ઉત્તર દરવાજે થઈ ચક્રવર્તિ સિન્ચ સહિત ઉત્તર ભારતમાં આવ્યો. સૌ પ્રથમ તેણે અહિં આપાત નામના કિરાતોને જીત્યા અને સેનાપતિ મેકલી સિંધુના પૂર્વનિકૂટને સાધ્યું. ત્યારબાદ હિમાલય કુમારદેવને સાધી, ઋષભકૂટ ઉપર કાકિણ રત્નથી મઘવા ચકવતિ એવું પિતાનું નામ લખ્યું. ત્યાંથી પાછા ફરતાં સેનાપતિ દ્વારા ગંગાનદીના પૂર્વ નિષ્કટને સધાવ્યો અને પિતે ગગાદેવી અને વિદ્યાધરને સાધ્યા. ત્યારબાદ નાટચમાલ દેવને સાધી તમિસ્રા ગુફાની પેઠે ખડકપાતા ગુફામાંથી સૈન્યસહિત પસાર થઈ દક્ષિણ ભરતામાં દાખલ થયે. અહીં સૌ પ્રથમ તેણે નવનિધિ સાધ્યા. સેનાપતિને મેકલી ગંગાનો પશ્ચિમ નિષ્ફટ સધા. આમ છ ખંડ સાધી પરિવાર સહ મઘવાચકવૃતિ શ્રાવતી નગરીમાં આવ્યો રાજાઓએ અને દેવેએ તેને ચક્રવર્તિપણાનો અભિષેક કર્યો. . ચકવતિ મઘવાની બત્રીસ હજાર રાજાઓ, સેલ હજાર યક્ષે હંમેશા સેવા કરતા હતા. તેને ચાસઠ હજાર સ્ત્રીઓ હતી, નવનિધિઓ હતા એવી કેટલીએ સામગ્રી એની પાસે હતી કે જેથી તે પ્રમાદમા પડી ભવ હારી જાય તે પણ મઘવા હંમેશા કુલપરપરાએ આવેલ શ્રાવકધર્મને કદી વિસરતો ન હતે. તે દરરોજ ચૈત્યપૂજા કરતો હતો. સાધર્મિક વાત્સલ્ય કરતે હતે. હરહમેશા નવા નવા વ્રતનિયમ ધારણ કરતા હતા,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy