SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કી ત્રીજા વાસુદેવ રવયંભૂ ચન્દ્રિ]. ૧૧૩ હતું. સવયંભુ વાસુદેવને આ દંડ સા. અને મેરાકને શિખામણ આપવા તેના સૈન્યને હુંટી લો. આ ખબર મેરાકને પડી. તે કોષે ભરાયો અને સૈન્ય સહિત દ્વારિકા તરફ ઉપડો. રવયંભૂવાસુદેવ પણ વડિલ બંધુ ભદ્ર અને લશ્કર સહિત સામે આવ્યું. અને વરે પરસ્પર યુદ્ધ થયું. સર્વ શ સ ખુટી જતાં મેગકે સ્વયંભૂ ઉપર ચક્ર છેડયું. થોડોક વખત સ્વયંભૂ મૂછ પામ્યો પણ તુરત બેઠા થઈ તે ચક્ર સ્વયંભુએ મેરાક ઉપર ૭. તુરત ચદે મેરાકનું મસ્તક છેદી નાંખ્યું. અને રવયંભૂના હાથમાં આવી ઉભું રહ્યું. આકાશમાંથી ૫૫ વૃદ્ધિ થઈ. મેરાકનું સૈન્ય વિલખું પડયું. અને સ્વયંભૂને સ્વાધીન થયું. સવયંભૂએ કેટિશિલા ઉપાડી ત્રણ ખંડને સાધ્યા. અને મહોત્સવ પૂર્વક દ્વારિકામાં ગાળ્યા. દ્વારિકામાં રૂ અને સર્વ સામંત રાજાઓએ સ્વયંભૂને વાસુદેવ-અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. - - ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણ. વિમળનાથ પ્રભુ બે વર્ષ સુધી સતત વિહાર કરી સહસામ્રવનમાં પધાર્યા અને જંબુવૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અહિં પિષ શુદ ૬ ના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં સંપકક્રેણિ ધ્યાવતાં છઠ તપમાં ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ સમવસરણની રચના કરી. ભગવાને તેમાં બેસી સાધુધર્મ અને શ્રાવકધર્મ ઉપર દેશના આપી. આ દેશનાથી કેટલાકે સાધુત અને શ્રાવકવતને સ્વીકાર કર્યો. આ વખતે ભગવાનને મંદર વિગેરે સત્તાવન ગણધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની ૨ચના કરી. વિમળનાથ સ્વામિના શાસનમાં પણમુખ નામે યક્ષ શાસનદેવ અને વિદિતા નામે યક્ષિણી શાસનદેવી થઈ. ષષ્ણુખ યક્ષ મયુરવાહનવાળો, શ્વેત વર્ણવાળે, દક્ષિણ તરફની છ ભુજાઓમાં ફલ, ચક્ર, ઇષ, ખગ, પાશ અને અક્ષસૂત્ર તથા વામ તરફની છ ભુજાઓમાં નકુલ, ચક, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભય ધારણ કરનારે થયો. વિદિતા યક્ષિણી પીળાવર્ણવાળી, પમ ઉપર બેઠેલી, દક્ષિણ ભુજાઓમાં બાણ અને પાશ તથા વાસ ભુજાઓમાં કોદડ અને નાગને ધારણ કરનારી થઈ. એક વખત વિમલનાથ ભગવાન દ્વાસ્કિામાં પધાર્યા, દેવેએ સમવસરણ રચ્યું. ભગવાન નો તિરસ' કહી સિંહાસન ઉપર બેઠા સ્વયંભૂ પણ પ્રભુનું આગમન સાંભળી બલભદ્ર સહિત સમવસરણમાં આવી ભગવાનને વંદન અને સ્તુતિ કરી ઇદ્રની પાછળ છે. આ પછી ભગવાને દેશના આરંભી. દેશનામાં ભગવાને જણાવ્યું કે “મનુષ્ય ભવમાં ધર્મ એ ભૂષણરૂપ છે. અને તેમાં પણ સમકિત રત્નની પ્રાપ્તિ એ મહાદુર્લભ છે. આ દેશનાથી સ્વયંભૂ વાસુદેવે સમકિત ગ્રહણ કર્યું. અને બલભદ્ર બારવ્રતને સ્વીકાર કર્યો. પ્રથમ પિરિસી પૂર્ણ થઈ ત્યારે અંદર ગણુધરે દેશના આપી. દેશના પૂર્ણ થયે સૌ પોતપોતાના સ્થાને ગયા. . . ૧૫
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy