SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ ચરિત્ર | ૧૪ કહ્યું, તમારે રાજા કયાં છૂપાઈ ગયેર પાછા જાઓ અને તેનેજ રથાવત પર્વત ઉપર મેક . લડવાની ત્યાંજ મઝા આવશે. વિદ્યારે સમજીને પાછા વળ્યા. હવે અશ્વગ્રીવ જાતે યુદ્ધમાં જવા તૈયાર થયે. સેનાપતિના વારવા છતાં તે એક બે ન થયે, તે નજ થયે. ને શુભ દિવસે રાવત પર્વતને માગે લશ્કરસહિત આગળ વધે. ટૂંક સમયમાં રયાવર્ત પર્વત ઉપર રક્તની સરિતાઓ વહેવા લાગી. બન્ને પક્ષના અસંખ્ય નિર્દોષ સિનિકે યુદ્ધમાં કપાવા માંડયા એ બધું જોઈને વિપૃષ્ઠ કુમાર જાતે મેખરે આવ્યા અને ભરમેદાનમાં ઘૂમતા પ્રતિવાસુદેવને સધીને બે અહીં આવે હું તમારી જ સામે ઉભે છું.” પિતાના મહાન શત્રુને પિતાની સામે જોઇને અધીવને શૂર ચઢયું. તેણે એક પછી એક શસ્ત્ર વાપરવા માંડયાં. ત્રિપૃષ્ઠ કુમાર તે શાને અધવચ્ચે જ નકામાં બનાવી દેવા માંડયા. છેવટે થાકીને પ્રતિવાસુદેવે ચકને સ્મયું. તે તેને હાથમાં આવ્યું. ચક ભમાવી તેણે તે ત્રિક કુમાર ઉપર છોડયું. વિદ્યુત તસુખા વેરતું ચક નિપૂણની છાતી આગળ જઈને પડયું. ચક્ર નિષ્ફળ જતાં અશ્વગ્રીવ હતાશ થઈ ગયે. ત્રિપૃડે તેજ ચક ભમાવીને અશ્વગ્રીવ ઉપર છોડયું. ક્ષણ માત્રમાં અશ્વગ્રીવનું મસ્તક છેદાઈ ગયું. અને તેને આત્મા સાતમી નરકે રવાના થશે. તેજ પળે આ અચલ અને ત્રિપણ પહેલા બલભદ્ર અને વાસુદેવ છે એવી દેવી ઘોષણા થઈ. આ પછી અશ્વગ્રીવનું સૈન્ય ત્રિપૂકને શરણે આવ્યું. ત્યારબાદ ત્રિપૃષે માગધ વરદામ પ્રભાવને સાધી ત્રણ ખંડ સાધ્ય. અને પિતનપુરમાં પ્રવેશ કર્યો. રાજાઓએ ત્રિપૃષનો અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો. ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણું આ તરફ બે માસ પર્યત છમસ્થ પણે વિહાર કરતા ભગવાન સહસ્ત્રારા વનમાં પધાર્યા. અશોક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાન ચાવતાં મહા વદ અમાસના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું તે વખતે છ તપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન થયું. એ સમવસરણ રચ્યું. ભગવાને દેશના આપી. કેઈએ સર્વ વિરતિ તે કેઈએ દેશવિરતિ લીધું. ભગવાનને ગાશુભ વિગેરે છેતેર ગણધર થયા. અને તેમણે ભગવાનના મુખથી ત્રિપદી સાંભળી દ્વાદશાંગીની રચના કરી દે કેવળજ્ઞાનને મહોત્સવ કરી સ્વાસ્થાને ગયા. એક વખત પિતનપુરના પરિસરમાં ભગવાન સમવસયી. દેવોએ સમવસરણ રચ્યું. વનપાલે ભગવાન સમવસર્યાના ત્રિપૂકને સમાચાર આપ્યા. તેણે તેને સાડાબાર ક્રોડ સનેચાનું ઈનામ આપ્યું. બલભદ્ર અને બીજા પરિવાર સાથે ત્રિપૃષ્ઠ સમવસરણમાં ગયે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy