SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ વિષષ્ટિ શલાકા પુરુષ, - - અને ભગવંતના દાઠા આદિ અવય યથાગ્ય વહેંચી લઈને નંદીશ્વરદ્વીપે નિર્વાણત્સિવ ઉજવી તેઓ સ્વસ્થાને ગયા. [આ રીતે મેઘવિજય ઉપાધ્યાયે હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિષષ્ટિ શલાકાને અનુસરી કરેલ અમૃતના કુંભરૂપ લઘુત્રિષષ્ટિને વિષે આ ત્રીજું પર્વ પૂરું થયું.]. શ્રી સંભવનાથ ભગવાનથી શ્રી શીતલ ભગવાનના ચરિત્ર રૂપ ત્રીજું પર્વ સંપૂર્ણ. શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર પૂર્વભવ વર્ણન, પ્રથમ-દ્વિતીયભવ-નલિની ગુલ્મરાજ અને મહાશુકદેવલોકમાં દેવ પુષ્કરવરદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના કચ્છ નામના વિજયમાં ક્ષેમા નામની નગરી હતી. તે નગરીમાં નલિનીગમ નામને રાજા રાજય કરતે હતે. સ્વાભાવિક વૈરાગ્યવાન આ રાજાએ કેવળ પિતા અને મિત્રના આગ્રહથીજ રાજય લક્ષ્મીને સ્વીકાર કર્યો હતે. શરીર, યૌવન અને લક્ષમીને તે અસ્થિર માનતો હતે. કેટલીક વખત રાજય કર્યા બાદ પુત્રને રાજ્ય ગાદી સોંપી તેણે વદત્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થકરનામ કર્મ ઉપાર્યું. અને સમાધિપૂર્વક મૃત્યુ પામી મહાશુક દેવકમાં દેવપણે ઉત્પન્ન થયા. તૃતીયભવ–શ્રી શ્રેયાંસનાથ ભગવાન આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે નગર હતું. ત્યાં વિષ્ણરાજ નામે રાજા અને તેને વિષ્ણુદેવી નામે રાણી હતાં. નલિની ગુમ રાજાને જીવ મહાશુકદેવ લેકના સુખ ભોગવી જેઠ વદ ૬ ના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતું ત્યારે વિષ્ણુદેવીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. રાણીએ ગજાદિક ચૌદ સ્વસ દેખ્યાં. દેવોએ રચ્યવન કલ્યાણક મહોત્સવ ઉજનવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં ભાદરવા વદ ૧૨ના દિવસે શ્રવણ નક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિહવાળા, સુવર્ણ વર્ણવાલ પુત્રનો જન્મ આપે. દિકુમારિકા, દેવે અને પિતાએ જન્મ મહોત્સવ કર્યો. સારા મુહૂર્ત ઉજવી પૂર્વક પિતાએ શ્રેયાંસ એવું નામ પાડયુ. બાલપણામાં ભગવાન ઈન્ડે અંગુઠામાં સંક્રમાવેલ અમૃતને પીતા હતા. સમય જતાં ભગવાન યુવાવસ્થાને પામ્યા. અને ભગવાનના કયા એંશી ધનુષ્યની થઈપિતાના અત્યાગ્રહથી ભગવાને રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy