SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષ્ટિ શલાકા પુરુષ આવ્યા. ઠેર ઠેર સત્કાર પામતા અને ભેટાથી નવાજાતા સગરચક્રીએ મત્રીસહજાર વર્ષે છ ખડ સાધ્યા અને વિનિતા નગરીના પરિસરમાં પડાવ નાંખ્યો. એક દિવસે સગરચક્રી અશ્વારૂઢ થઈ ઘેાડાને ફેરવે છે તેવામાં ઘેાડાને પાંચમી ધારમાં ફેરવતાં ઘેાડા ભૂત આવ્યુ હોય અને નાસે તેમ નાસવા માંચે. જોતજોતામાં તે અદૃશ્ય થયા અને ચક્રીને ઘેર જંગલમા લાવી ઉભા રાખ્યા. ચક્રી હેઠા ઉતર્યો કે તુત ઘેાડાના રામ રમી ગયા. ચકી પગપાળે આગળ વધ્યા ત્યારપછી સાવરમાં સ્નાન અને જળપાન કરી લટાર મારે છે તેવામાં તેમણે દેવકન્યા સમી રૂપવતી સ્ત્રી જોઈ. અન્નેનાં નયના એકબીજામાં મળ્યાં. તે સાથેજ અને કામખાણુથી ઘવાયાં. સ્ત્રી સખી સાથે ચાલી ગઇ પણ તુત એક દાસી સગર પાસે આવી અને કહેવા લાગી કે, ‘હું સ્વામિન્ ગગનવલ્લભ નામના નગરમાં સુલેાચન નામના વિદ્યાધર છે. તેને સહસ્રનયન નામે પુત્ર અને સુકેશા નામે પુત્રી છે. એક વખત નિમિત્તિયાએ સુલેાચનને કહેલ કે, ‘તમારી પુત્રી ચક્રવત્તીની પટરાણી થશે, ' આથી ગમે તેનાં માગાં આવ્યાં પશુ તે સર્વને વિદ્યાધરે પાછાં ઠેલ્યાં. I " ७० | લઘુ એક વખત સ્થનુપુરના રાજા પૂણ્ મેઘ વિદ્યાધરે સુકેશાની માગણી કરી. સુલેાચને તે ન સ્વીકારી એટલે તુત તે લશ્કર સહિત સુલેાચન ઉપર ચઢી આવ્યા. આ લડાઇમાં સુલેાચન ખપી ગયે, પણ તેના પુત્ર સહસ્ત્રનયન શત્રુ ન જાણે તે રીતે સુકેશાને લઈ આ જંગલમાં રહ્યો છે. જ્યારથી સુકેશાએ તમને જોયા છે, ત્યારથી તેને કંપ અને છાતીની ક્રૂટક શાંત થતી નથી. તે દીલને ઘણું ઘણું રાકે છે પણ તમારી તરફથી તેનું દીલ ખસતું નથી. આ અરસામાં સહસ્ત્રનયન પણ ત્યાં આવી પહોંચ્યા. અને તેણે ચડ્ડી જાણી સુશાને પરણાવી. ત્યારપછી સહુનયનને સાથે લઇ સગરચક્રી વિમાન ઉપર એંસી ગગનવલ્લભ નગરે આવ્યા, અને ત્યાં તેને તેના રાજ્ય ઉપર બેસાર્યાં. આ પછી સુકેશાને સાથે લઈ સગરચક્રી સાકેતપુરના પરિસરમાં રહેલ શિખિર આગળ આવ્યા. અઠ્ઠમ તપ કર્યાં. અને મહેૉત્સવપૂવ ક નગરમાં પ્રવેશ કર્યો. દેવાએ અને રાજાએ ચક્રવત્તી પણાના અભિષેક કર્યાં. આ ચક્રીપદના મહેાત્સવ ભાર વર્ષ સુધી ચાલ્યા. સ ઠેકાણે આનદ અને જયજયકાર વ્યાપી રહ્યો. ત્યારપછી સગરચક્રી અદ્ભુત સુખ ભાગવવાપૂર્વક પાતાના કાલ નિગ મન કરવા લાગ્યા. એક વખત અજિતનાથ ભગવાન સાકેતપુરના પરિસરમાં સમવસર્યાં. દેવાએ સમવસરણ રચ્યું. ઇન્દ્રાદિક દેવા અને સગરચકી વિગેરે રાજાએ યથાસ્થાને બેઠા. ભગવાને દેશના આરંભલી આ અરસામાં ભયથી થરથર ધ્રુજતે શરણુ શેાધતા પૂર્ણમેઘના પુત્ર ઘનવાહન સમવસરણમા ભગવાનને પ્રદક્ષિણા ઇ એંઠે. થાડીવારમાં હથિયાર સહિત કયાં ગયો એ ઘનવાહન” એમ પાકાર કરતે પૂર્ણમેઘને મારી ધનવાહનને મારવા તલસતા સહસ્રલેાચન પણ ત્યાં માન્યો. તેણે સમવસરણમાં બેઠેલ ઘનવાહનને જોયો, પણ ભગવાનના પ્રભાવથી તેને ક્રોષ શાંત થયા અને તે પણ ભગવાનની દેશના સાંભળવા બેઠા.- આ પછી સગરગટ્ટીએ ભગવાનને પૂછ્યુ કે આ. બન્નેને પરસ્પર વૈરનું શું કારણ છે?” ભગવાને કહ્યું..
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy