SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકે પુરુષ, સંવછરી દાન અને દીક્ષા. ધમધમતા ગરમાવા પછી વરસાદી પાણીની જડી વરસાવે તેમ અજિતનાથે રાજય વૈભવને કૃતાર્થ કરવા “લે લે' એવી ઘોષણાપૂર્વક સાંવત્સરિક દાન આરંભ્ય, અને જગતને જણાવ્યું કે જેની પાછળ દુનિયા ધમપછાડા કરે છે, તે ધનની પ્રાપ્તિ કરતાં તેના ત્યાગમાંજ સુખ અને શાંતિ છે.. કે ચાકે અને ચૌટે ચૌટે ખુલે હાથે દાન આપ્યા છતાં એક વર્ષમાં ભગવાનને હાથે ત્રણ અઠયાસી કોડ અને એંશીલાખ સયાજ દાનમાં ગયા. કારણકે વરસાદ ગમે તેટલે વરસે પણ પાત્ર જેટલું હોય તેટલું જ ભરાય તેમ ભગવાન ગમે તેટલું આપે પણ યાચક પિતાના ભાગ્ય જેટલજ મેળવી શકે છે. વાર્ષિક દાનને અતે ઇદ્રનુ આસન કંપ્યુ. ઈન્દ્ર પરિવાર સહિત ભગવાનના નિષ્ક્રમણ મહોત્સવમાં આવ્યો. પરમઆભૂષણુથી સુસજ્જ કરાયેલ ભગવાન સગરે જેલ નિષ્ક્રમણ મહોત્સવપૂર્વક સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થઇ સહસ્સામ્રવનમાં પધાર્યા. સંસાર સમુદ્રમાંથી ઉતરવા સમાન ભગવાન શિબિકામાંથી હેઠા ઊતર્યા, અને કિમતી આભૂષણરૂપ જ્ઞાનદર્શન, ચારિત્ર ધારણ કરવા માટે અલ્પમૂલ્ય પાર્થિવ આભૂષણને ત્યાગ કર્યો. મહા શુદિ ૯ ના દિવસે ચંદ્રમા રેહિ નક્ષત્રમાં હતો ત્યારે સપ્તપણ વૃક્ષની નીચે પંચમુષ્ટિ લાપૂર્વક “મિ નામાની ઉદ્દઘાષા સાથે એકહજાર રાજાઓના સાથે છઠતાપૂર્વક સંચમને ગ્રહણ કર્યું. ઈન આપેલ દેવદુષ્ય વસ્ત્ર ઉપધિ સહિત ધર્મ બતાવવાને અર્થે નિર્મમ હોવા છતાં ભગવાને ગ્રહણ કર્યું અને ભગવાને સંયમ ગ્રહણ કર્યું કે તુર્તજ દીક્ષાનું સહોદર હોય તેમ ભગવાનને મન પર્વવજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ અને સગર વિગેરેએ ભગવાનની સ્તુતિ કરી શોક સહિત પિતાના સ્થાને ગયા અને અજીતનાથ ભગવાન જગતને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા. કેવળજ્ઞાન અને નિર્વાણુ. પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરતા ભગવાન બીજે દિવસે બ્રહદતને ઘેર આવી ચડયા અને નિસાર શરીર પાસેથી સજજ કામ લેવા માટે ક્ષીરાન્નથી હસ્તપાત્રમાં પારણું કર્યું. અંતરિક્ષમાં રહેલ દેએ બહાદત્તને ભાગ્યશાળી માની તેને ત્યાં ધન, વાસક્ષેપ, વસ્ત્રાવૃષ્ટિ, દેવદુંદુભિનાદ અને “અહાદાન ! અહાદાન ની ઉદઘાષણ કરી. બાદત્ત રોમાંચિત થયેા. અને ભગવાને જે સ્થળે ઉભા રહી આહાર ગ્રહણ કર્યો તે પવિત્ર સ્થાનને સાચવી રાખવા તેણે પીઠિકા બનાવી. આ સ્થાનને પૂજા વિના બ્રહ્મદત્ત ભેજન પણ કરતો ન હતો. અને તે તેના જીવનના અહોભાગ્યસમા તે રનપીઠને હરહંમેશ માનતો હતે. * સમષ્ટિ ભગવાને પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર આરં. જે જંગલમાં પશુઓની ભયંકર ત્રાડે પડતી અને જ્યાં સર્પોનાં સંચળાં પડયાં રહેતાં તેવી ભયંકર અટવીમા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy