SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪: [ ૪૭ ] બરાબર જાણે અને જે વિષયનું સ્વરૂપ નથી જાણતો તે સંસારનું સ્વરૂપ પણ નથી જાણતા. ૧૩. મેં સાંભળ્યું છે અને મને અનુભવ છે કે બંધનથી છૂટા થવું એ તારા જ હાથમાં છે, માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને હે પરમ ચક્ષુવાળા પુરુષ ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે એમ હું કહું છું. ૧૪. હે ભાઈ ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહારનાની સાથે યુદ્ધ કરવાથી શું ? પિતાની જાત જેવી યુદ્ધને બીજી વસ્તુ મળવી દુર્લભ છે. ૧૫. હે ભાઈ ! તું જ તારો મિત્ર છે, બહાર ક્યાં મિત્ર શોધે છે? તારી પિતાની જાતને જ નિગ્રહમાં રાખીશ તો બધા દુઃખોથી મુક્ત થઈ શકીશ. - ૧૬. પ્રમાદીને બધે પ્રકારે ભય છે; અપ્રમાદીને કોઈ પ્રકારે ભય નથી. તે સદા નિર્ભય છે. ૧૭. ધર્મને જ્ઞાની પુરુષ પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખે, પરંતુ પ્રાપ્ત થયેલા ભેગ પદાર્થમાંથી પણ વૈરાગ્ય મેળવી લેકપ્રવાહને અનુસરવાનું છોડી દેવું. ૧૮. જગતમાં જ્યાં જુઓ ત્યાં આરામ-સુખશીલતા દીસે છે એમ સમજી, ત્યાંથી ઇંદ્રિયાને હઠાવી લઈ સંયમી પુરુષે જિતેન્દ્રિય થઈને વિચરવું. . . - ૧૯. જે પિતાનાં કાર્યો સાધવા ઈરછે છે તેવા વીરપુરુષે હમેશાં જ્ઞાનીના કહ્યા મુજબ પરાક્રમ કરવું. '
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy