SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪ ] શ્રી કરવિજયજી ૮. કેટલાંક વાનાં (નખ-કેશાદિક) સ્થાનભ્રષ્ટ થયા શોભતા નથી પણ સિંહ, સતપુરુષ અને હાથી તે સ્થાનભ્રષ્ટ થવાથી સવિશેષ શોભા પામે છે. ૯ દિવસે થયેલી વિજળી અને રાત્રે થયેલ ગરવ નિષ્ફળ જતાં નથી. વળી સંત-સાધુપુરુષનું વચન અને દેવનું દર્શન પણ નિષ્ફળ જતું નથી, પણ સફળ થાય છે. ૧૦. લજજા, દયા, ઈન્દ્રિયદમન, ધૈર્ય, પુરુષપરિચય ત્યાગ અને એકલવાસ–એકાન્તસેવન એ બધા ગુણ સ્ત્રીઓને સ્વશીલરક્ષા માટે બહુ ઉપાગી છે. ૧૧. શીલ જ ઉત્તમ ધન છે, શીલ જ જીવેને પરમ મંગળરૂપ છે, શીલ જ દારિદ્રને હરનાર છે અને શીલ જ સકળ સુખ-સંપદાને વસવાનું કુળભવન છે. ૧૨. ધર્મરૂપી સંબળ (ભાતું) સાથે હોય તે જ માણસને ખરી દિલસેજ મળે છે તેથી સુકૃત કરણ કરી લેવામાં એક ક્ષણમાત્ર પણ વિલંબ ન કર, કેમકે પળે પળે આવખું ખૂટતું જાય છે. ૧૩. હે ભવ્યજનો ! ધર્મકાર્ય કરવાના વાયદા ન કરે. જે ધર્મકૃત્ય આવતી કાલે કરવા ધારતા હે તે હમણાં જ કરે, કેમકે ક્ષણ ક્ષણ કરતાં આખું પૂરું થઈ જાય છે. ૧૪. પુન્યશાળી આત્માને અહીં જ આરોગ્ય, સિભાગ્ય, ધનસંપત્તિ, નેતૃત્વ, આનંદ, સદા જય અને વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એવા ધર્મ–પુન્યનો અનાદર કેમ જ કરાય ? ૧૫. પ્રગટ પ્રભાવવાળ જૈનધર્મ, સંત સાધુજનની સંગતિ,
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy