SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] . શ્રી કરવિજયજી - ૯૧. હજારો વચન સાંભળવાં, અનેક શાસ્ત્રો વાંચી જવાં, તેના કરતાં થોડું વાંચન કરીને તે વર્તનમાં મૂકયું હોય તે તે વિશાળ વાંચન કરતાં આધ્યાત્મિક ઉન્નતિમાં વિશેષ આલંબનરૂપ છે. ૯૨. જે કાંઈ કરે તે વ્યવસ્થિત નિયમપૂર્વક કરો, કારણ નિયમિત કરવામાં આવતું કામ, કર્તવ્ય ( ધર્મ ) ધારેલી સિદ્ધિ અને આનંદ આપે છે. * ૩. પઠન કરવા કરતાં મનન અને મૌખિક બેલી જવા કરતાં મંથન બાદ વર્તન વધુ શ્રેયસ્કર બને છે. ૯૪. જે તમારે જગતમાં વંદ્ય થવું હોય તો કોઈનું અહિત ન થાય તેવું વર્તન, સંતસમાગમ, સતશાસ્ત્રોનું મનન, બ્રહ્મચર્ય, દયા, ક્ષમા વિગેરે સદ્ગણે વિકસાવવા જરૂરી છે. “. અગમ્ય સંસારચકની કાંઈ ખબર જ પડતી નથી. અનેક વખત માતા સ્ત્રીરૂપે અને સ્ત્રી તે માતારૂપે બને છે. - ૯૯. સ્ત્રી–શરીર પર કેવળ મોહ જ હોય તો તેને અટકાવ તેના ચામડી વિનાના શરીર અને પુદગલના વિજ્ઞાનથી કરે. (તેનું. આંતરસ્વરૂપ વિચારી તે યથાર્થ સમજાતાં તેના ઉપરનો મેહ સહેજે ઊતરી જવા સંભવ છે.) . ૯૭. જીવીને મરવા કરતાં મરીને જીવવું વધારે બહેતર છે. (એવા રૂડા મરણ-જીવનનું અન્ય મુમુક્ષુ જને પણ પ્રેમથી અનુકરણ કરવા લાગે છે.) ૯૮. કલાક સુધી ભાષણ આપવાથી અગર ધર્મોપદેશથી જે • અસર થતી નથી તે અસર શુદ્ધ વર્તનથી વધારે સરસ થશે થવા પામશે.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy