________________
•
[ ૩૦૦ ]
શ્રી કપૂરવિજયજી
તેવા જોગ ન હેાય તેા સેાજનના વખત સુધી ગુરુમહારાજની પ્રતીક્ષા–રાહ જુએ. છેવટે વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને ભાજન કરાવી, દીન દુ:ખીને સ ંતેષી, ઉચિત પ્રસંગ સાચવી પારણું કરે.
[ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૫૪ ]
વીરપ્રભુની જયંતિ ઉજવનાર ભાઇ બહેનેાને સૂચનારૂપે હિતબાધ,
પરમ પવિત્ર વીરપ્રભુનું ઉત્તમ પ્રકારનું ચારિત્ર લક્ષમાં
:
રાખી આપણે આપણા જીવનમાં જરૂર કાંઈ ને કાંઇ હિતકર સુધારાવધારા દાખલ કરી આત્માન્નતિ સાધવી જોઇએ; તે અહીં સક્ષેપથી મતાવેલ છે.
૧. સહુ પ્રાણીમાત્રનું હિતચિંતવન કરવું, કાઇનું પણુ અહિત ચિત્તવવું નહિ. અપરાધી જીવાનુ પણ અનિષ્ટ મનથી પણ ચિંતવવું નહિ.
૨. દીન-દુઃખી જનેાનું દુઃખ દૂર કરવા આપણે તન–મન– ધનથી બનતા પ્રયાસ કરવેા. તેમના દુ:ખનુ કારણ શોધી તે
દુઃખના સમૂળગા અંત આવે તેવા પ્રકારનેા ઉપાય કરવે. કાઇ પણ દીન દુ:ખીનું દુ:ખ જોઇને આપણું હૃદય દ્રવવું જોઇએ અને તેનાં દુ:ખના અંત આવે અથવા એછાં થતાં જાય તેવું વર્તન આપણે રાખવું જોઇએ.
૩. સુખી અને સદ્ગુણી મનુષ્યને જોઇને દિલમાં રાજી થવુ જોઇએ, સદ્ગુણેાની પ્રશ'સા કરવી અને તેવાં સદ્ગુણા આપણામાં દાખલ કરવા આપણે બનતા પ્રયાસ કરવા જોઇએ.