SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬ ] શ્રી કરવિજયજી તૃષ્ણાદિકના પૂરમાં તણાતા આપણા આત્માને બચાવવા પ્રયત્ન કરશે અને સાચી સંતોષવૃત્તિ આદરશે તે જન્મમરણના અનંતા દુખમાંથી છૂટી અંતે શાશ્વત મેક્ષસુખને મેળવવા ભાગ્યશાળી થશે. સંસારમાં રહ્યા છતાં પણ સાચી સંતોષવૃત્તિ પકડી જે જે અંશે ઉપાધિથી અળગી થતા જવાશે એટલે–એટલે અંશે આપણે ખરા ધર્મને માટે લાયક થઈ શકશું. કહ્યું છે કે “જે જે અંશે નિપાધિકપણું, તે તે જાણો રે ધર્મ.” બાહ્યાડંબર ત–લોકદેખાવ કરવાથી આપણું બગડે છે. સાદાઈ અને સંયમથી સંતેષ ગુણની વૃદ્ધિ થવા પામે છે. એમ કરવાથી જરૂરિયાત ઘણી ઓછી થતી જાય છે. જરૂરિયાત ઓછી થઈ જવાથી થોડીએક ઉપગી વસ્તુથી ચલાવી લેવાય છે, તેથી સમય અને શ્રમને ઘણે બચાવ થાય છે. એ ઉપરાંત અ૫ દ્રવ્યથી જીવનનિર્વાહ સુખે ચાલી શકે છે, તેથી પિતાને લેભ કે તૃષ્ણાના પૂરમાં તણાવું પડતું નથી. એટલું જ નહીં પણ લોભી જનેને માટે તેને દયા આવે છે અને તેઓ સાદાઈ તથા સંયમને સીધો ને કુદરતી માર્ગ ગ્રહણ કરી સુખી થાય એમ ઈચ્છી તેમને પિતાના જ દાખલાથી હિત માર્ગ સમજાવી ઠેકાણે પાડવા પ્રયત્ન પણ કરે છે. આ રીતે પાપની હાનિ અને સુકૃત્ય-પુન્યની વૃદ્ધિ થવા પામે છે. એટલે કે બાહ્યાડંબર કરવા, નકામી જરૂરિયાતો વધારવા જે જે પાપમય પ્રવૃત્તિ કરવી પડતી હતી તે દૂર થઈ અને સાદાઈ ને સંયમયોગે ધર્મ-પુન્યની વૃદ્ધિ થવા પામે છે, [ આ. પ્ર. પુ. ર૭, પૃ. ૨૧૮. ]
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy