SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૪૧ } ૭. કોઈના પણ દોષો તેના મોઢામોઢ કહે અને બીજાઓ આગળ તે તેના ગુણ જ ગાઓ (એથી સ્વપરહિતરક્ષા થવા સંભવ છે). ૮. દરેક જણ પોતે ધારે તે મહાન્ થઈ શકે. અખંડ બ્રહ્મચર્ય એ શક્તિ અને બળની ચાવી છે. . ૯. માત્ર ઈશ્વરપ્રાપ્તિના હેતુપૂર્વક જ જે જન બાર વર્ષ સુધી અખંડ બ્રહાચર્ય પાળે છે તેનામાં એ શક્તિ ચોક્કસ આવે છે, એવો મારો જાતિઅનુભવ છે. ૧૦. જે પ્રજાને તેના પિતાનો ઈતિહાસ નથી તે પ્રજાને આ જગતમાં બીજું કંઈ જ નથી. હું ફલાણા ફલાણા ખાનદાનને ફરજંદ છું એવું જે માણસને શ્રદ્ધાપૂર્વક અભિમાન હોય તે માણસ ખરાબ થશે એવું તમે માનતા હો તે ન માનશો. ૧૧. જ્ઞાનપ્રદાનનું કામ જ્યાંસુધી ત્યાગી-સાધુ, સંન્યાસીઓના હાથે થતું ત્યાંસુધી ભારતનું ભવિષ્ય સર્વથા ઊજળું હતું, ભારતને માટે બધી બાબત જ સુગમ હતી. ૧૨. ભારતના સંતાનનાં શિક્ષણનો ભાર જ્યાંસુધી સાચા ત્યાગીઓના શિરે પાછો નહિ મૂકવામાં આવે ત્યાંસુધી ભારતને પારકા જેડા ઉપાડવા જ પડશે. (પારકી આજ્ઞા માનવી જ પડશે.) ૧૩. આપણા લોકોનું મોટું અનિષ્ટ આળસ છે અને એ જ આપણું દરિદ્રતાનું મુખ્ય કારણ છે. ૧૪. વિશ્વવ્યાપી બંધુત્વ “વસુધા ટુવાકુ એ ભાવને ૧૬ . .
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy