SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૨૦ ] શ્રી કરવિજયજી ૬૬. બહું જ ખરો.” “મારું ધાર્યું જ થવું જોઈએ.”એ દુરાગ્રહ રાખવાથી જ કલેશ-કુસંપના બીજ રોપાય છે. આપણે કઈ મિત્ર, સ્વજન કે સ્વધર્મી બંધ અણધારી આફતમાં આવી પડ્યો હોય તે તેને તન-મન-ધનનો ભોગ આપી, સમાચિત સહાય કરી, સારી સ્થિતિમાં લાવી મૂકે તે સુસભ્ય–ઉત્તમ મનુષ્ય તરીકેનું મુખ્ય કર્તવ્ય છે. ૬૮. આદર સહિત દાન, મિષ્ટ–મધુર વચન, સુસરલ હદય, ત્યાગ અને સંયમ પ્રમુખ સદગુણવડે ત્રણે જગત વશ થાય છે તે મનુષ્યલકમાં લોકપ્રિય થવાય તેમાં શી નવાઈ ? ૬૯આયુષ્યની હાનિથી વૃદ્ધાવસ્થાએ જ્યાંસુધી શરીરને ખરું કરી નાંખ્યું નથી, વિવિધ વ્યાધિઓએ જ્યાંસુધી શરીરમાં ઊંડા મૂળ ઘાલી શરીરને ક્ષીણ બનાવ્યું નથી અને ઇન્દ્રિયાની વિજ્ઞાનશક્તિ કામ કરતી બંધ થઈ નથી; ત્યાંસુધીમાં આત્માથી જનોએ સાવધાનપણે ચેતીને ધર્મસાધન કરી લેવું જોઈએ. જે અવસર પામી ચેતી ન શકાય તે પછી ઘર બળવા માંડે ત્યારે કૂવો ખોદવો શા કામને? પાછળથી પસ્તા કરે ન પડે એમ પ્રથમથી ચેતીને ચાલવું જોઈએ. - ૭૦. જે ગામ-શહેર કે નગરમાં જિનમંદિર હોય, જ્યાં શાસ્ત્ર–અર્થના જાણકાર એવા સાધુ, સંત તથા શ્રાવકને સુયોગ મળતું હોય, અને ગૃહવ્યવહાર યોગ્ય ઉચિત સાધને સુગમ રીતે મળતાં હોય તેવા સ્થળમાં શ્રાવકે–સપુરુષે–સજન મનુષ્ય સદા નિવાસ કરે યોગ્ય ગણાય છે. [આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૮, ૩૦૫, પુ. ૨૭, પૃ. ૭૧, ૧૧૫, ૧૩૨.]
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy