SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કર્પરવિજયજી મારક સમિતિ સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કવિજયજી જેઓ સં. ૧૯૯૩ ના આસો વદિ ૮મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં શ્રી જૈન બાળમિત્રમંડલ તથા ખંભાત વીશા પોરવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગેડીજીના ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણ નીચે એક સભા સં. ૧૯૯૪ ના આ વદિ ૮ ના રેજ મળી હતી. તે વખતે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયે કે “એ પુણ્યપુરુષનું નામ કોઈ સંગીન પેજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જે ફંડ થાય તો રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કર્ખરવિજયજીના ગુણોથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપે અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચેસી, રાજપાળ મગનલાલ વહાર, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયોચિત ભાષણો કર્યા તેથી પંન્યાસજી બહ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તે રીતે શ્રાવક પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમ ભરાણી. સમિતિનું કામ નાણું ભરનારા સભ્યની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થ છે –
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy