SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ - - - લેખ સંગ્રહ : ૪ : [ ૧૭૯ ] છે, વળી કોઈ બે કારણથી માને છે, છતાં તેઓના કાર્યની સિદ્ધિ તે પચે કારણ મળે છે ત્યારે જ થાય છે. અર્થાત્ કાર્યસિદ્ધિમાં તે એક કારણ મુખ્યપણે અને બીજા ચાર કારણ ગણપણે હોય છે. આટલા માટે શ્રી વીર પરમાત્માના સર્વદશી દર્શનમાં પાંચ કારણ માનેલાં છે. એ પાંચ કારણોના નામ આ પ્રમાણે છે: કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષકાર અને પૂર્વકર્મ. કાળ–વખત.-જે વખતે જે કાર્ય થવા ગ્ય હોય તે કાર્ય તે વખતે જ થાય. સ્વભાવ-ખાસીયત-ધર્મ, જે વસ્તુમાં જે ધર્મ, ગુણ કે ખાસીયત હોય તેને અનુસરતું જ કાર્ય થાય. - નિયત–આને નિયતિ પણ કહે છે. એનો અર્થ છે ' કાર્ય જ્ઞાનીની દષ્ટિએ બનવાનું હોય તે જ બને. પુરુષકાર–ઉદ્યમ, વીર્ય, બળ, પરાક્રમવડે જે કાર્ય કરવામાં આવે તે. પૂર્વકર્મ–પૂર્વકૃત કર્મ. પૂવેર જેવાં કર્મ કર્યા હોય તેના ઉદયને અનુસરતું કાર્ય થાય. આ પાંચ કારણે કેટલીક બાબત પર લાગુ પાડવાથી વર્તનને પણ ઉપયોગી થઈ પડશે. તે કારણ કેમ લાગુ પડે છે તે હવે બતાવીએ છીએ. . મેક્ષપ્રાપ્તિમાં પાંચ કારણની આવશ્યકતા. એ આગળ કહ્યું તેમ પાંચ કારણ કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષકાર અને પૂર્વ કર્મ છે.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy