SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૨ ] શ્રી કપૂરવિજયજી પત્રોને આશય વિચારતાં પોતાની બહેનને કલેશી સ્વભાવ મટે એ ઉપાય કુશળતાથી ચિંતવી પોતે જાણે ભારે રોગગ્રસ્ત થો હોય એવા રૂપે ત્યાં હાજર થયા. એથી સૌ બહુ ખુશી થયા. પોતે જ્યારે બહેનને મળે ત્યારે તેની તબીયત વધારે બગડેલા જેવી જણાતાં બહેને પોતાનું દુઃખ વિસારી મૂકી ભાઈનું દુઃખ મટાડવા ચાંપતા ઉપાય કરવા તેને ખૂબ આજીજી કરી. ગમે તે ભેગે પણ ભાઈનું દુઃખ દૂર કરવા બહેનની લાગણી જોઈ ભાઈએ પ્રથમથી ચિંતવી રાખેલ ઉપાય જણાવી તેમાં રહેલી ભારે મુશ્કેલીને ખ્યાલ આવે પરંતુ બહેને તેનું દુઃખ દૂર કરવા ગમે તેટલી મુશ્કેલી સહન કરી લેવા પૂરી ઈચ્છા અને તૈયારી દર્શાવી ત્યારે ભાઈએ કહ્યું કે બહેન! જે જીવનદેવી હું તૈયાર કરી લાવ્યો છું તે તું છ મહિના સુધી સાવધાનપણે સુખમાં રાખી મૂકી શાંતિપાઠ જપે તે મારા દુઃખની આપોઆપ શાંતિ થઈ આવે. બહેને તેમ કરવા કબૂલ્યું અને એવી જ વ્યવસ્થાથી ચારથી છ માસ પર્યત જીવનદેરી મુખમાં રાખવાથી–જીભને વશ રાખવાથી સહુના દુઃખને અંત આવે. સુખના અથી સહુએ એ ઉપરથી ભારે ધડો લેવા જેવું છે. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૭.] - અંતઃકરણની જાગૃતિ જગતમાં જેને કાંઈપણે પુરુષાર્થ સંપાદન કરે હોય તેને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છે. એમાંની પ્રથમ વસ્તુ અંતઃકરણની જાગૃતિ છે. અમુક એક કાર્ય કરવાની ઈચ્છા
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy