SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૪૭] હોય તે પહેલા કોઈ ઢીંગલી સાથે પરણાવે છે. પરિણામે અણમોલ જિંદગીના વિદ્યાર્થીકાળના (૧૬ થી ૨૫) દશ વર્ષનું એ ખપ્પરમાં અજાણતાં બલિદાન ધરાય છે. પછી? પછી શું ? આખીએ જિંદગી રસહીન, ઉત્સાહહીન અને પ્રેરણારહિત બને છે. નિર્બળતા; પામરતા અને તુચ્છતા એને કબજો મેળવે છે તેમ જ અપરિપકવ લાગણીઓ, વાસનાઓ અને વીર્યનું ઉમાગે વહન થાય છે. ગઈ કાલનો કૂદતો અને થનથનતો કેડીલે વિદ્યાથી (યુવાન) આજે ગૃહિણ, વડિલે અને કુટુંબ વિગેરે બધા પ્રત્યેની ફરજો બજાવવામાં અશક્તિથી નિષ્ફળ નિવડે છે. “તમે માવડીયા છે, મારી જરૂરિયાત અને આશાઓ અપૂર્ણ રહે છે, પૂરી થતી નથી, કેટલી વાર ફેશનેબલ કપડાં અને ઘરેણાં લાવવા કહ્યું પણ કયાં લાવ્યા? આમ હતું તે પરણ્યા શા માટે?” એમ કહી અજ્ઞાન જીવનસહચરી(સ્ત્રી) એ વિદ્યાથી–પતિ(પતિ થવાને નાલાયક)ને અવગણે છે અને અપમાને છે. “બાયેલો છે, બાયડી કહે તેમ કરે છે, એને ચઢાવે છે, ઉપર રહી એણીને બહેકાવે છે, પાળી–પોષી મોટો કર્યો, પરણાવ્યું તે આ દિવસો માટે?” એમ કહી માબાપ એ પ્રિય પુત્રને તિરસ્કારે છે. એક તરફથી સ્ત્રીની અને બીજી તરફ કુટુંબીજનોની, એમ તાણખેંચ મંડાય છે. અધૂરું જ્ઞાન, થોડું વાચન, અપરિપકવ મનન અને અ૫ શિક્ષણ અને નિકાલ કરવા નિષ્ફળ નીવડે છે પરિ. ણામે એ વિદ્યાથી (યુવાન) નિરાશ અને હતાશ બને છે. અંતે વિકારોને ગુલામ બની, ઉપકારક વડિલ જનથી છૂટે પડે છે અને કૈટુંબિક ભાવનાને દવંસ કરે છે. બસ! બાકીની જિંદગી નિર્માલ્ય પેટ ઘસડતા કીડાની માફક પૂરી
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy