SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ર ] * શ્રી કર્ખરવિજયજી ૧૦. ભિક્ષા લેવા જતાં, ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વિગેરે પંખીઓ જમીન ઉપર રહીને પોતાને આહાર કરતા જે નજરે પડતાં તે ભગવાન તેમને કશી પણ અડચણ નહીં કરતાં યતનાથી ચાલ્યા જતા હતા. ૧૧. ત્યાં કઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, વિદેશી, ચાંડાલ, માજર કે કૂતરાને કંઈ મળતું દેખી, તેમને વિધ્ર નહીં પાડતા થકા તથા મનમાં કશી અપ્રીતિ નહીં ધરતા સતા ધીમે ધીમે ચાલ્યા જતા હતા. ૧૨. વળી આહાર પણ સિનગ્ધ કે શુષ્ક, ઠરી ગયેલે, રાંધેલા અડદને કે જૂના ધાન્યને, અથવા જવ વગેરે નીરસ ધાન્યને જે મળી આવતે, તે શાંતભાવે લઈને વાપરતા, અગર નહીં મળતા તે પણ શાંતભાવે રહેતા. ૧૩. વળી તે ભગવાન ઉત્કટુક, દોહિકા, વીરાસન.વિગેરે આસનેથી નિર્વિકારપણે ધર્મધ્યાન કરતા હતા. વળી નિરીહ છાની અંતઃકરણની પવિત્રતા જાળવતા થકા ઊર્ધ્વ, અધે અને તિર્યમ્ લેકના સ્વરૂપને ધ્યાનદશામાં વિચારતા હતા. . ૧૪. એ રીતે કષાય રહિત થઈ, આસક્તિ તજી, શબ્દાદિક વિષયમાં નહીં લેભાતા થકા ભગવાન સદા ધ્યાનનિમગ્ન રહેતા અને એ રીતે છવસ્થ અવસ્થામાં પણ ભગવાન પ્રબળ પ્રરાક્રમ દાખવી કે ઈ વખતે પણ પ્રમાદી બનતા નહીં. : ૧૫. પિતાની મેળે જ સંસારની અસારતા જાણુને આત્માની પવિત્રતાથી મન, વચન અને કાયાને કબજે રાખી, શાંત
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy