SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩૯ ] હતી ત્યારે સંયમી ભગવાન નિરીહપણે ખુલ્લા સ્થાનમાં શીત સહન કરતા થકા સમભાવે રહેતા. બીજા મુમુક્ષુજનેએ તેમ વર્તવા ખપ કરે. (૩) નિરાગી પ્રભુએ કેવા કેવા પરિસહ સહ્યા? ૧. ભગવાન સદા સંયમમાં સાવધાન બની કર્કશ સ્પર્શ, ટાઢ, તાપ તથા ડાંસ અને મચ્છરના ડંખ વિગેરે ભયંકર પરીસહે સહન કરતા હતા. ૨. ભગવાન દુખ્ય એવા લાટ દેશના વજાભૂમિ તથા શુભ્રભૂમિ નામના બને અનાર્ય ભાગમાં જઈને વિચર્યા હતા. ત્યાં તેમને બેસવાને કે ઉભા રહેવાને જગ્યા પણ નહોતી મળતી છતાં પ્રભુ કષ્ટ સહન કરીને રહેતા હતા. ૩. ભગવાનને લાટદેશમાં ઘણા ભારે ઉપસર્ગો થયા છે. ત્યાંના અજ્ઞાન લોકો પ્રભુને સંતાપતા, ભજન પણ લૂખું મળતું તથા કૂતરાઓ આવીને પ્રભુ ઉપર પડતા ને કરડતા. ૪. તે વખતે બહુ થોડા જ લેકે તે કૂતરાઓને કરડતાં નિવારતા. ઘણું લેકે તે ઊલટી ભગવાનને મારતા અને કૂતરાઓને છુઠ્ઠ કરી તેમના તરફ કરડવા મોકલતા. પ. આવા લોકોમાં ભગવાન ઘણે વખત વિચર્યા. ત્યાંની વજભૂમિના ઘણાખરા લોક લખું ખાતા તેથી તેઓ વધારે ક્રોધીલા હોવાથી સાધુને દેખી કૂતરાઓ વડે તેમને એટલે બધે ઉપદ્રવ કરતા કે ત્યાં ભિક્ષુકે (બૈદ્ધધમી) ત્યાંના ભેમિયા છતાં એક માટી લાઠી વિગેરે હાથમાં પકડીને ફરતા. તેમ છતાં પણ કૂતરા તેમની પૂંઠ પકડતા તથા તેમને કરડી ખાતા.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy