SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૦ ] શ્રી કપૂરવિજયજી ૧૩૪ કામાંધ—ઘૂવડ દિવસે દેખતા નથી, કાગડા રાત્રે દેખતા નથી, ત્યારે કામાંધ-કામ-આસક્તિથી અધ મદોન્મત્ત અનેલે જીવ દિવસે કે રાત્રે દેખતા નથી, હિતાહિતને સમજી શકતા નથી, વિવેકવિકળપણે વર્તે છે. ૧૩૫. પાંચ વકાર—વૈર, વૈશ્વાનર ( અગ્નિ), વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચે વકાર વધ્યા છતાં મહાઅનર્થ ઉપજાવે છે. ૧૩૬. પુ'શ્ચલી—સ્વપતિને તજી નિલ જજપણે જે પરપુરુષ ગમન કરે એવી ચપળ ચિત્તવાળી પરસ્ત્રીમાં શે! વિશ્વાસ રખાય ? વળી જીવનું જોખમ જેમાં રહેલું છે અને જે પરમ વૈર ઉપજાવે છે તેમજ ઉભયલેાક વિરુદ્ધ છે. તે પરસ્ત્રીગમનનું અકાર્ય જરૂર તજવું જોઈએ. ૧૩૭. થાતુ પણ જળમાં નાંખેલ તેલ, દુનમાં ગયેલ ગુહ્ય વાત, પાત્રમાં અપાયેલ દાન અને સુબુદ્ધિને શિખવેલ શાસ્ત્ર વસ્તુસ્થિતિથી સહેજે વિસ્તાર પામે છે. તે દરેકમાં પડેલું ઘેાડું પણ બહુ થઈ પડે છે. ૧૩૮. સદાય અશુદ્~કૂડી સાક્ષી ભરનાર, મૃષા—જૂઠું ભાષણ કરનાર, કરેલા ગુણુને લેાપનાર, અતિ ઘણેા રાષ રાખનાર, મદિરાપાન કરનાર અને શિકાર ખેલનાર કદાપિ જળથી શુદ્ધ થઇ શકતા નથી. સેકડા વાર જળથી યેાયેલા દારુના ભાજનની જેમ અંતર્ગત દુષ્ટ ચિત્ત સેંકડા ગમે તી જળના સ્નાનવડે પણ શુદ્ધ થઈ શકતુ નથી—દુષ્ટ મનની મલિનતા દૂર થઈ શકતી નથી. ૧૩૯. ધમ સમય—ન્યઆધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાચેલ પ્રાણીએ ચિત્તની શુદ્ધિ કરે એવેા શુદ્ધ-અકષાય ધ
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy