SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ ] શ્રી કપૂરવિજયજી કરણું ભાગ્યે જ પૂર્ણ ફળદાયક થઈ શકે છે, માટે વિધિમાર્ગનું અધિક આદરથી સેવન કરતા રહી અન્ય જનોને પણ માર્ગદર્શક બનવું. ૨૬. દેવપૂજા, સદ્ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ પક્કમ ગૃહસ્થજનોને હમેશાં કરવાનાં કહ્યાં છે. ૨૭. વિનય બહુમાન સાથે ગુરુકૃપાને લાભ લેવા ચૂકવું નહીં. ૨૮. વિનય રહિતને ધર્મકરણ ભાગ્યે જ ફળે છે. ૨૯. વિનય જેનશાસનનું મૂળ હોવાથી તેમાં વિશેષ આદર કરે. - ૩૦. દરેક ધર્મકરણમાં કે વ્યવહારમાર્ગમાં તે વિનય સહાય કરે છે. ૩૧. તેથી જ શુદ્ધ દેવ, ગુરુ ને સાધમીજનો બને તેટલો વિશેષ આદર કરે, અનાદર તે ન જ કરે. ૩૨. બને તેટલી આજ્ઞારાધના તરફ લક્ષ રાખવું, વિરાધના તો ન જ કરવી. જેથી જીવનું લક્ષ સુધરવાનું સુલભ થાય તેમ આદરથી વર્તવું. [ આ. પ્ર. પુ. ૩૨, પૃ. રર૬] સુભાષિત પદ સંગ્રહ ૧. પાંચ પ્રકારના શૈચ–પવિત્રભાવઃ-સત્ય, તપ, ઈન્દ્રિય નિગ્રહ, સર્વ પ્રાણુ પર દયા અને જળશાચ એ પાંચ શાચ કહ્યા છે. ૨. જગત કુટુંબ-આ મારું અને આ પરાયું’ એવી ગણના ક્ષુદ્ર જીની હોય છે. ઉદારચરિત્ર આત્માઓને તો. સારી આલમ કુટુંબરૂપ હોય છે.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy