SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩. “સિંહની જેમ દઢતાપૂર્વક પોતાના પગ પર ઊભા રહેવાને બદલે બે મેઢે દ્વિઅર્થી બેલીને દાવપેચથી લોકાપવાદમાંથી છૂટી જવું તેના જેવું કાયરપણું બીજું એકે ય નથી.” . પૃષ્ઠ ૧૨. સમાજ તથા દેશના નામે, આત્મહિતની અવગણના કરનારાઓને મુનિશ્રીને ઉપદેશ છે – ૭. “સમાજસેવા ને દેશસેવા એ ઉત્તમ છે, પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે; કેમકે જગતનાં સર્વ પ્રાણીઓને આત્મવત્ ગણે, પરધનને પથ્થર સમ ગણે અને પરસ્ત્રીને સ્વમાત તુલ્ય ગણે તેનાથી જ આત્મસેવા થઇ શકે છે.” પૃષ્ઠ ૨૬૯ અહિંસા” ને અંગે લખતાં, મુનિશ્રી પ્રથમ, કારણ પણ રજૂ કરે છે – “મહાવીરની અહિંસા વિરત્વપૂર્ણ છે અને તેનું સ્પષ્ટીકરણ અત્રે અસ્થાને નથી. ખાસ કરીને દેશની વર્તમાન સ્થિતિ મને ર૫ષ્ટ લખવા * પ્રેરે છે.” પૃષ્ઠ ૩૮ તીર્થરક્ષા, ધર્મરક્ષા, બદમાશ ગુંડાઓથી સ્ત્રીઓના શીલની રક્ષા, હિંસકાથી પશુ આદિની રક્ષાને અંગે કર્તવ્યનું તથા અહિંસાનું અત્ર નિરૂપણ કરી, જૈન દર્શનની અહિંસા પ્રત્યેના આક્ષેપને મુનિશ્રીએ પ્રતીકાર કર્યો છે. પ્રસંગે પ્રસંગે મુનિશ્રીએ ટૂંકામાં દૃષ્ટાંત પણ આપ્યાં છે. પૃષ્ઠ પર માં સંયતિરાજર્ષિનું દષ્ટાંત છે. હિંસા કરીને, કેક મૃગલાંઓને મારીને એક ઘવાયેલા મૃગ પાસે જતાં સંયતિ રાજવી, મૌન રહેલા મુનીશ્વરને જુએ છેઃ મુનીશ્વરના સંયમને, મૌનને પ્રભાવ તેને ચમકાવે છે. તેના હૃદયમાં હિંસા માટે પશ્ચાત્તાપ થાય છે. ધ્યાનમાંથી નિવૃત્ત થયા બાદ રાજવીને હિંસાના
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy