SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પુરુષાર્થ કરશે. જે માણસ પિતાને રેગી જાણે છે તે નિરેગી બનવા ચાહશે અને કાળજીથી દવા કરશે, ઉપચાર કરશે. તમને જે ધર્મ– વિષયક અજ્ઞાનતાનું ભાન થઈ ગયું છે તે ધર્મવિષયક જ્ઞાન મેળવવાને તમે પુરુષાર્થ કરશે જ. એ મૂર્ણ છે કે જે પિતાને જ્ઞાની માને છે ! પિતાની જાતને જે ઘણી હશીયાર માની બેસે છે, એવા મુખઓને ધર્મને ઉપદેશ નહિ આપ જોઈએ. તેમને આપેલ ઉપદેશનું અમૃત ઢળાઈ જાય. ઉપદેશને તેઓ ગ્રહણ ન કરી શકે. જાપાનના ઝેન-સંપ્રદાયના ધર્મગુરુ નાન-ઈની પાસે એક પ્રાધ્યાપક ગ. તેણે નાનઇનને કહ્યું: આપ મને ઝેન સંપ્રદાયના સિદ્ધાંત બતાવો.” નાનઈને કહ્યું: પહેલાં તમે ચા પીવે, પછી વાત કરીશું.' નાનઈને કપમાં ચા કાઢી. કપ ચાથી ભરાઈ ગયે છતાય નાનઈન તેમાં ચા રેડતા જ રહ્યા. ચા કપની બહાર ઢોળાવા લાગી. આ જોઈ પ્રાધ્યાપકે કહ્યું : “ચા નીચે ઢળાઈ રહી છે. હવે કપમાં ચા નહિ માય. નાનઈને ખૂબ જ શાંતિથી કહ્યું: “આ જ પ્રમાણે તમે તમારી માન્યતાઓ અને અનુમાનેથી ઇલેછલ ભરેલા છે. જયાં સુધી તમારા મગજને કપ ખાલી ન કરો ત્યાં સુધી તમારામાં શું હું ? વ્યાખ્યાનમાં માળા કેમ ફેરવે છે? સંસારમાં ધર્મતત્વની જાણકારીના દાવાદાર ઘણું છે. આપણે ત્યાં પણ આવા દાવા કરનાર હોય છે. તેઓ કહે છે. અમે તે ધર્મની આ બધી જ વાતે જાણીએ છીએ. અમે તે અહીં સામાયિક કરવા, માળા ફેરવવા આવીએ છીએ!” જાઓ! અહીં પ્રવચન ચાલી રહ્યું છે અને આ જાણકાર લેકે માળા ફેરવે છે ! જુઓ, છે ને? ધર્માત્માના સેમ્પલ' સામે જ છે. કારણ કે આ લેકેએ માની લીધું છે કે અમે ધર્મની બધી જ વાતે જાણીએ છીએ ! હવે અમારે જાણવાનું કંઈ જ બાકી નથી રહ્યુંચૌદ પૂર્વધર થઈ ગયા છે. આ કો! પૂછે એમને કે “તમે વ્યાખ્યાનના સમયમાં માળા કેમ કરવો છે? તમે પ્રવચન કેમ નથી સાંભળતા ?” બેસે છે વ્યાખ્યાનસભામાં અને ફેરવે છે માળા ! આવા મુર્ખાઓને ધર્મને ઉપદેશ કેવી રીતે આપશે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy