SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૩ : ૪૧ પણ જોયું કે જે જીવ સ્વર્ગમાં જાય છે અને કો જીવ નરકમાં જાય છે. સ્વર્ગનું ભૌતિક સુખ જોયું અને નરકની ઘેર શારીરિક તથા માનસિક વેદનાઓ પણ જોઈ. એ બધું જોઈને જ્ઞાની ભગવતેએ કહ્યું : “ધર્માચરણથી સ્વર્ગ મળશે અને પાપાચરણથી નરક જ મળશે. તે આને ભય અને લાલચ નહિ કહી શકાય. આ વાસ્તવિક માર્ગદર્શન છે. જેને દુઃખથી બચાવવા માટે સાવધાન કરવા તે ભય-દર્શન નથી પરંતુ જેને ભયમુક્ત -દુખમુક્ત કરવાને એ વાસ્તવિક પ્રયત્ન છે. માટે જે વાસ્તવિક છે તેવા સ્વર્ગના સુખની વાત કરવી તે કઈ ગુને નથી. બીજાઓને સ્વર્ગના સુખનો માર્ગ બતાવ એ કંઈ અપરાધ નથી. તેમ કરવામાં કઈ અસત્ય પણ નથી અને બનાવટ પણ નથી. સ્વર્ગ અને નરક કપના નહિ, સત્ય છે ? પ્રશ્ન : આપ કહે છે કે સ્વર્ગ છે, નરક છે, તે એ સ્વર્ગ અને નરક અમારી બુદ્ધિમાં ઉતરે તેમ સમજાવવા કૃપા કરશો? જવાબ : ચોક્કસ. શા માટે નહિ ? જે તત્ત્વ ઈન્દ્રિયાતીત હોય છે. અર્થાત્ જે તવ ઈન્દ્રિથી પ્રત્યક્ષ નથી થતાં એવાં તો નિર્ણય અનુમાનથી થાય છે. વરવુનિર્ણયમાં જેમ પ્રત્યક્ષ-પ્રમાણુ છે તેમ વસ્તુ નિર્ણયમાં અનુમાન પણ પ્રમાણ છે. અનુમાન એટલે ત. સ્વર્ગ અને નરકનું અસ્તિત્વ તકથી–અનુમાનથી સિદ્ધ થઈ શકે છે. તે હવે તમે મને એ કહે કે એક માણસે બીજા માણસનું ખૂન કર્યું અને ખૂન કરતાં તે રેડ હેન્ડેડ-ગેલા હાથે પકડાઈ ગયે, તે તેને વધુમાં વધુ સજા શું થશે ? સભામાંથીઃ ફાંસી, મૃત્યુદંડની તેને સજા થશે. મહારાજશ્રી બરાબર. એ ખૂનીને ફાંસીની સજા થશે. પરંતુ બીજા એક માણસે પાંચ-પાંચ ખૂન કર્યા છે અને તે પણ પકડાઈ ગયે છે, તેને ગુને સાબિત થઈ ગયું છે તે તેને શું સજા થશે ?
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy