SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શા માટે બાંધીશ શત્રુતા રાખવાથી તેને શું મળશે? કશું જ નહિ. જે મળશે તે કંકાસ અને કકળાટ જ હશે! અશાતિ અને બેચેની ૨. હે આત્મન ! આ સંસારમાં પરિભ્રમણ કરતા તે બધા જ છે સાથે બધા જ પ્રકારને સંબંધ બાંધ્યો છે. માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની આદિ તમામ સંબધેથી તું બંધાયેલ છે. હવે તે બધાં સાથે તું શું કરવા શત્રુતા કરે છે? એ શત્રુતા પણ શું કાયમ ટકવાની છે? નહિ જ ટકે. પૂર્વ જન્મના શત્રુ આ જન્મમાં સ્નેહી બને છે, આ ભવના સનેહી બીજા જન્મમા વૈરી બની જાય છે. બધાં જ સંબંધે પરિવર્તનશીલ છે. તે પછી શા માટે તું તારા હૈયે શત્રુતાને સંઘરે છે? સમગ્ર જીવસૃષ્ટિ તારી કુટુંબ છે. ૩. હે આત્મન ! શત્રુતાથી તે તારું સુકૃત નાશ પામશે. શત્રુતાને ભાવ શુભ કર્મોને નાશ કરે છે તે શા માટે કેઈ સાથે શત્રુતા રાખવી? બધા જ કર્મપરવશ છે. કર્મોની વિચિત્રતા અપાર છે. તારા પ્રત્યે શત્રુતા રાખનારનું પણ તું અશુભ-અમંગળ ન વિચાર. સજજને માટે શત્રુતા ભા નથી આપતી. તારી સજજનતા સમતામાં છે. સમતાથી જ મનુષ્ય સજજન છે. શત્રુતાથી તે મનુષ્ય તુજન છે. બસ, આ પ્રમાણે તમે હૈયે મૈત્રી ભાવનાને સ્થિર અને સુદઢ કરવાને પ્રયત્ન કરતા રહે. કરુણ. તમામ ગુણેનું ઉદ્ભવ સ્થાન છે કેમળ હૃદય. હૃદયની ભાવના કમળતામાંથી જ ગુણેને અવિર્ભાવ થાય છે. એ બધા જ ગુણેમાં કરુણા સર્વશ્રેષ્ઠ ગુણ છે. બીજા ના દુઃખ જાણીને કે જેઈને એ દુને દૂર કરવાની પ્રબળ ઈચછા થવી તે કરુણા છે. તમે લકે તમારા દુખને દૂર કરવા ઈચ્છે છે કે બીજાના દુખે ને ?
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy