SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સ્થૂલિભદ્રથી કમ નથી, એ બતાવી આપવું હતું. ગુરુદેવે ઘણું સમજાવ્યું પરંતુ તે ન જ માન્યા. અને વર્ષાકાળ આવતાં જ તે કેશાને ત્યાં જઈ પહોચ્યા ! ઈર્ષ્યાથી જીવનું પતન થાય છે ? જોયું ? ઈર્ષાએ ગુરૂની અવજ્ઞા કરાવી. વિચારે, મગજ ખૂલ્લું રાખીને જરા વિચારે. ઈર્ષ્યા કે ભયંકર દેણ છે? ઈર્ષ્યાએ ગુરવચનની પણ અદબ ન રાખવા દીધી, ઈર્ષ્યાએ વિનય અને વિવેકને પણ બાળી નાંખ્યા ! ગુરૂદેવ સતત કહેતા રહ્યા : “સિંહની ગુફાના દ્વાર પર ઉભા રહેવું સરળ છે પણ ગણિકાના ઘરમાં નિર્વિકાર રહેવું જરાય સરળ નથી. દુષ્કર છે, દુષ્કર છે.– પરંતુ આ વાત સિંહ-ગુફાવાસી મુનિ ન જ માની શકયા. “સ્થલિભદ્રજી ગણિકાને ત્યાં નિર્વિકાર રહી શકે તે હું શા માટે ન રહી શકું? સ્થૂલિભદ્ર કરતા મારામાં શું ઓછું છે?— સિંહગુફાવાસી મુનિ માત્ર આ જ એક રટણ કરતા રહ્યા. સાચે જ ઈર્ષ્યાથી ભરપૂર માણસ પોતાની આત્મસ્થિતિનું વાસ્તવિક દર્શન નથી કરી શક્ત. એ પિતાની ભૂમિકા નથી સમજાતે પોતાની શક્તિ અને ક્ષમતાનું સાચું મૂલ્યાંકન તે નથી કરી શકતે. ઈર્ષાગ્રસિત માણસ હંમેશા પિતાને ખૂબ જ ઊંચે માને છે. બીજાથી પિતે ઘણે મહાન છે, તેવું સમજે છે. કઈ જ્ઞાની પુરુષ તેને સમજાવે તે પણ તેની સમજમાં નથી આવતું ! ગુરુદેવે તે છેલે, પિતાની આચાર-મર્યાદા અનુસાર કહ્યું : જહા સુફખે દેવાણુપિયા "–હે દેવાનુપ્રિય! હવે તને જેમ સુખ ઉપજે તેમ કર !” સાધુ જીવનની આ મર્યાદા છે કે કેઈ અવિનીત, ઉદ્ધત શિષ્ય ગુરૂની વાત ન માને તે ગુરુ કહી દે “જહા સુફખે.” આથી ગુના મનમાં કેદ કે ખિન્નતા નથી રહેતી. ગુરુ તે જાણતા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy