SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ વચન-૧૬ ૨૮૭ મદનરેખાની ભાવકરૂણું છે પાપી જયારે પાપને ત્યાગ કરે છે, ત્યારે તેના પ્રત્યે કઈ રોષ નથી રાખવાને તેના તરફ ધૃણું કે તિરસ્કાર નથી કરવાને. ત્યારે વિચારવાનું છે કે સૌ કર્મવશ છે. બિચારાના પાપકર્મ ઉદયમાં આવ્યાં હશે આથી, તે ન કશ્યાતું કરી એ મદનરેખાએ પણે મણિરથ અને મણિપ્રલ બંને માટે કરૂણ જ ચિંતવી. જો કે મણિરથ તે હત્યાની તે જ સર્પદંશથી મરીને નરકે ગયે હતે. યુગબાહુદેવે મણિરથના મૃત્યુ અને તેની નરક ગતિની વાત કરી તે મદનરેખાએ ભાવદયાથી વિચાર્યું ! “અરેરે, મારા નિમિત્તે એ બિચારાએ પાપ બાંધ્યું અને દુર્ગતિમાં તેને જવું પહયું, આહ ! હવે તેને કેવું કારણું દુઃખ જોગવવું પડશે? નરકની કેવી ઘેર વેદના જીવવી પડશે !' મિથિલામાં મદરેખા યુગબાહુની સાથે ગઈ. ત્યાં જિનમ દિરમાં જઈને બંનેએ મહિલનાથ ભગવંતની સ્તવના કરી. બંને મંદિરમાંથી બહાર આવ્યા. મંદિરની બાજુમાં જ ઉપાશ્રય હતે. ઉપાશ્રયમાં સાધ્વીજીને જોઈને મદનરેખાએ કહ્યું: “ચાલે! આપણે સાવી ભગવંતના પણ દર્શન કરીએ.” તેઓ બંને સાવજી પાસે ગયા. વિનયપૂર્વક વંદના કરી સાધ્વીજીની સન્મુખ બેઠા. સાધ્વીજીએ “ધર્મ લાભના આશીર્વાદ આપ્યા અને સુપાત્ર જીવ સમજી બનેને ધર્મોપદેશ આપે. સંસારની ભીષણતા ભૌતિક સુખની વિનશ્વરતા ધમની ઉપાદેયતા, કર્મબંધ અને કર્મહાયનું તત્વજ્ઞાન, મોક્ષાનું સ્વરૂપ વગેરે ખૂબ જ સરળતાથી વાત્સલ્યભીની વાણીમાં સમજાવ્યું, ઉપદેશ પૂરો થયો. યુગબાહ-દેવે કહ્યું: “દેવી " ચાલે રાજમહેલમાં તમને તમારા પુત્રનું દર્શન કરાવું. મદનરેખાએ સાઠવીજીવન સ્વીકાર્યું મદન રેખાએ દેવની સામે જોયું. તેને ચહેરે ગંભીર હતા. હવે પુત્રને જોવાની કઈ કામના નથી રહી. તમારા કહેવા મુજબ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy