SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અવચન-૧૨ પછી જ તારી ઈચછા હું પૂર્ણ કરીશ.' મદરેખા નખશિખ ધ્રુજી ઊઠી. છતાય હિંમત રાખી તેણે પૂછ્યું : “પણ તમે છે કેણ ? તમારું નામ-ઠામ શું છે પેલા પુરૂષે કહ્યું : “વૈતાઢય પર્વત પર “રત્નાવહે' નામનું નગર છે. ત્યાં મણિચૂડ નામે રાજા હતા. તેને હું મણિપ્રભ નામે પુત્ર છું. પિતાજીએ મારે રાજ્યાભિષેક કરીને તેમણે ચારિત્રધર્મ અંગીકાર કર્યો છે. અત્યારે એ મહામુનિ નન્દીશ્વરદ્વીપ પર બિરાજમાન છે. ત્યાના શાશ્વત જિનમંદિરે, શાશ્વત જિનપ્રતિમાઓનાં તે દર્શન કરી રહ્યા છે. હું પણ પિતા સુનિરાજના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં તેને નીચે સરોવરમાં સ્નાન કરતી જોઈ..” મદનરિખા મણિપ્રભની એકએક વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહી છે. તેને તે કેઇપણ પ્રકારે પિતાની શીલની રક્ષા કરવી છે. અણધારી આ અમંગળ આફતમાંથી બહાર નીકળવું છે તે બોલી ઃ તે તમે એક મુનિ-પિતાજીના પુત્ર છે એ જાણીને આનદ થયે. તમારા પિતાજી સાથે જ ભાગ્યશાળી છે. આવા ચારિત્ર્યવાન પિતાના પુત્ર પણ સંસ્કારી અને ચારિત્ર્યવાન જ હેય. તમે મારા પર દયા કરીને મારા પુત્રને મેળવી આપ. તમને હું બે હાથ જોડું છું. મારી આ વિનંતી તમે સ્વીકારો.' મણિપ્રભે આંખ બંધ કરી. ડીક પળે ધ્યાન ધર્યું પછી આખ ખેલીને કહ્યું: “તારા પુત્રને મિથિલા-પતિને રાજા પર લઈ ગયેલ છે. તારે પુત્ર સૂતે હતું, ત્યાં તે અકસ્માત આવી પહોંચે. બાળકના રડવાને અવાજ સાંભળી અને તેને નધણિયાતે જઈને તેને લઈ લીધો અને પિતાની રાણી પુષ્પમાલાને સોંપી દીધે આ હકીક્ત જાણી મદનખાનું હૈયું થડકી ગયું. શ્વાસ થ ભી ગયા. તેણે ચિંતાથી પૂછયું કે આ તમે કેવી રીતે જાણ્યું? મને આશ્વાસન આપવા તમે મને જ તે નથી કહી રહ્યા છે?
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy