SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશને દૂર થશે તેવી પણ કેઈ ઉત્સુકતા હૈયે નહેતી જાગી. ત્યારે રાજા પ્રત્યે પણ મનમાં રોષને કેઈ ભાવ જાગે ન હતે. સારા સંગ, સાનુકૂળ પરિસ્થિતિ પુણ્યકર્મના ઉદય સાથે સંબંધિત છે. પુણ્ય કર્મને ઉદય શાશ્વત નથી. પુકમ ક્ષણિક અને વિનાશી છે. કયારેય પણ પુણ્ય કમ ખૂટી જઈ શકે છે. ક્યારે ખૂટશે તે માણસ જાણે શક્તા નથી. પુણ્યકર્મ ખત્મ થતાં જ સુખ પર પડદે! સુખ પણ ત્યારે સમાપ્ત! પુણ્યકર્મ ભિન્નભિન્ન હેય છે. કયારે કેઈક પુણ્યકર્મના ઉદય થાય છે તે કયારે કેઈક બીજા પુણ્યકર્મને ઉદય, પુણ્ય અને પાપ કર્મોના ઉદય સાથેસાથે થાય છે. સચરાચરમાં એવો એક પણ જીવ નથી કે જેના જીવનમાં કઈ પાપકર્મને ઉદય ન હોય અને તમામ પ્રકારના પુરયને જ બસ ઉદય હેય! જીવ પાપકર્મના અને પુણ્યકર્મના ઉદય લઈને જ જીવે છે. તમે સહુ જે આ વાસ્તવિકતાને બરાબર ઓળખી લે તે તમારા આત્માને તમે સુખ-દુઃખની સંવેદનામાંથી બચાવી શકે. હર્ષ અને શોક, આશા અને નિરાશા, પ્રિય અને અપ્રિય વગેરે દ્રોમાં અથડાતા– કૂટાતા મનને સ્થિર રાખી આત્મભાવમાં રહી શકો. મહામંત્રી પેથડશાના જીવનમાં આવું તત્ત્વજ્ઞાન વણાઈ ગયું હતું. તત્વજ્ઞાનના પ્ર તેમણે માત્ર વાંચ્યા નહતા, તેને આત્મસાત કર્યા હતા. તત્ત્વજ્ઞાનને તેમણે બરાબર પચાવ્યું હતું. એક પંડિત હતા. આપણી જૈન પાઠશાળામાં ભણાવતા હતા. કર્મગ્રન્થ અને કમપ્રકૃતિ જેવા ગ્રન્થનું અધ્યયન કરાવતા હતા. એક દિવસ તે મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર ચિંતા હતી. ઉદ્ધિનતા હતી. મેં પૂછયું : “શું થયું? આજ આટલા બેચેન તેમ જણાએ છે?' તેમણે કહ્યું: “પાઠશાળાના ટ્રસ્ટીઓના લીધે પરેશાન છું, ત્રણ ત્રણ વરસથી ભણવું છું પરંતુ પગાર વધારવાની વાત તો દૂર રહી, રોજ નવાં નવાં કામ વધારતા જાય છે. મેં
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy