SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઃ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ત્રિકાળ દર્શન નથી કરવાનાં ! પરમાત્મપ્રેમ તમને આપોઆપ તેનાં મંદિર ખેંચી જશે! પરમાત્માની પ્રતિમા જોઈને તમે ગદ્દગદ્દ બની જશે! આંખમાં આંસું છલકાઈ આવશે ! ગળે ડૂમો બાઝી જશે ! પરમાત્મદર્શનને જે આનંદ છે. તેની જ મજા છે. એ દર્શનનો જે નશો છે તે શબ્દાતીત છે. તેનું વર્ણન કરવું અસંભવિત છે. એ જાતે જ અનુભવ કરી રહ્યો. તમે જાવ છે ને મંદિરે? કેવી રીતે દર્શન કરે છે? પરમાત્માની આંખે સાથે તમારી આંખો મેળવીને, ભાવ- વિર બનીને પરમાત્માની સામે ઊભા રહે છે ને? સભામાંથી અશક્ય છે મહારાજ સાહેબ! પરમાત્માનાં આ પ્રકારનાં દર્શન તે એવા મંદિરમાં થઈ શકે કે જ્યાં બહુ ઓછા કે આવતા હેય. અહીં તે ભક્તો ભગવાનને ઘેરી લે છે. દર્શનથીઓ એ ભીડમાં ભગવાનનાં પૂરા દર્શન પણ કરી શકતા નથી ! સુખી ગૃહસ્થાએ ગૃહમંદિર રાખવું જોઈએ? મહારાજશ્રી : સાચી વાત કહી તમે! સ્વાર્થી લોકેએ ભગવાનને ઘેરી લીધા છે. સ્વાર્થમાં વિવેક નથી ટકતે. પૂજા કરનારાઓને એ ભાન જ નથી રહેતું કે ગભારામાં કેવી રીતે ઉભા રહેવું જોઈએ. હું એક જ મંદિરમાં નથી, બીજા દણ દર્શનાથ બહાર ઊભા છે.' આ વિચાર તેમને આવતું જ નથી. તમે લેકે જે બરાબર દાન કરવા ઈચ્છતા હે તે ખૂદ તમારા ઘરમાં જ કઈ એક ખંડમાં મંદિર બનાવે! તમે લેકે જે બંગલે બનાવી શકે છે અને બંગલામા બેડરૂમ, ઈગરૂમ, કિચન, બાથરૂમ વગેરે બનાવી શકે છે તે શું ત્યાં તમે એક ગેડરૂમ ન બનાવી શકે? હા, જેઓ એકાદ-બે કૃમમાં જીવે છે તેઓ ગૃહમંદિર ન બનાવી શકે. એવા સાધારણ અને મધ્યમવર્ગના લેકે માટે આ સંઘમંદિર બનાવાય છે! સુખી અને સમૃદ્ધ લેકેએ તે પિતાનું ગૃહમંદિર બનાવવું જોઈએ અને છે મંદિરમાં જઈને ત્રિકાળ દર્શન-પૂજન કરવા જોઈએ. તે સંધમંદિરમાં વધારે બીટ નહિ થાય. તમે લેકે જે પિતપતાના ગૃહમંદિર
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy