SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૦ : ૧૭૭ દાસી ચતુરાને વિદાય કરીને મહામંત્રીએ પથમિણ સામે જોયું. પથમિણ પતિના ચરણમાં બેસી ગઈ. તેની આંખમાં આંસુ છલકાઈ પડયા. “મારા નિમિત્તે મારા પતિ પર કલંક આવ્યું. રાણુ પર કલંક આવ્યું” આ વાતનું તેને દુખ હતું. મહામંત્રીએ પથમિણીને કહ્યું : “શા માટે રહી રહી છે? શું કરવા ચિંતા કરે છે? નિષ્કલંક હેવા છતાંય કલંકે આવ્યું છે. આ કોઈ મારા પૂર્વભવના પાપનું ફળ છે. કોઈ ભવમાં મેં કેઈ અકલંકે જીવ પર કલંક મૂકવાનું પાપ કર્યું હશે. એ પાપ આજ આ ભવે ઉદયમાં આવ્યું છે. ત્યારે એ પાપનું ફળ તે સમતાથી ભેગવવું જોઈએ. ચિંતા ન કરે દેવી! આપણું હૃદયમાં ધર્મ છે. ધર્મ જ આપણી રક્ષા કરશે. ધર્મના ચરણે અભય રહો ! રાજાને આમાં કશે જ દેશ નથી. મારા પાપકર્મે રાજાને નિમિત્ત બનાવ્યા છે. દેવી! રાજા પર જરાય શેષ ન કરશો. પથમિણી મહામંત્રીના વાણું પ્રવાહમા અને વિચારપ્રવાહમાં વહેતી ગઈ. જાણે ગંગાના પ્રવાહમાં વહી રહી હોય ! દુઃખનાં આંસું હર્ષનાં આંસુમાં બદલાઈ ગયાં. ન કેઈ ભય ! ન કેઈ દ્વેષ ! મંત્રીપદ ચાલ્યા જવાનો કેઈ ભય ન હતે. ખેટું કલંક મૂકનાર રાજા કે કદ બા રણિી પર કશે જ તેવું ન હતું. આ આત્મા “યાદિત ધર્માનુષ્ઠાન કરી શકે છે અને ધર્માનુષ્ઠાનમાં સ્થિરચિત બની રહે છે. આવા આત્માના હૈયે ભયજન્ય ચંચળતા નથી હોતી. તેષ-જન્ય ઉન્મત્તતા પણ નથી દેતી. પથમિણને લીલાવતીની ચિંતા થાય છે: પથમિણીને એક બીજે વિચાર આવ્યા અને તેના ચહેરા પર ઉગ છવાઈ ગયો. તેમણે મહામંત્રીને કહ્યું: “વામીનાથ ! બિચારી નિર્દોષ લીલાવતીનું શું થશે? રાજાએ તે તેમને દેશવટે દીધો છે ૨૩ ને? એ હવે કયાં જશે” મહામંત્રી આ જ પ્રશ્નની રાહ જોતા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy