SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઃ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રહે છે ને? કંવા કેવા વિચાર–પ્રવાહમાં તણાઈ જાઓ છે ? આધ્યાનમાં સ્થિરતા પામવા માટે ઇન્દ્રિયવિજય અતિ આવશ્યક છે, ઈન્દ્રિની ચંચળતા આધ્યાનમાં સ્થિર રહેવા નથી દેતી. એ સાધ્વીનું મન પણ ચંચળ થઈ ગયું. જે મકાન તરફ એ સાદેવી આંખ માંડી રહી હતી એ મકાન એક વેશ્યાનું હતું. વેશ્યા મકાનના ઝરુખે આવીને બૈઠી. વિવિધ શંગારથી તેણે પિતાને દેહ શણગાર્યો હતે. તેની આસપાસ પાંચ પુરુષ બેઠા હતા. એ પાચેયની સાથે વેશ્યા હાસ્ય-વિનેટ કરી રહી હતી. પાંચે પુરૂષ વેશ્યાને પ્રસન્ન કરવા વિવિધ ચેષ્ટાઓ કરી રહ્યા હતા. સાવી આ વિલાસી દશ્ય એકાગ્રતાથી જુએ છે. તેમના હસવાનો અવાજ સાંભળે છે અને તેથી તેનું મન વિકલ્પની જાળ ગુંથવા માંડયું. આ સ્ત્રી કેટલી પુણ્યશાળી છે! પાંચ પાંચ પુરૂષનું તેને એક સાથે સુખ મળી રહ્યું છે! એ પુરૂ તેને કેટલે બધે પ્રેમ કરે છે! ખરેખર એ સ્ત્રી કેટલી બધી સૌભાગ્યશાળી છે!” સાવીને એ દશ્ય સારું લાગ્યું. સ્ત્રી-પુરૂષની મહચેષ્ટાએ તેને ગમવા લાગી. માણસને આ સ્વભાવ છે તેને જે ગમવા લાગે તે મેળવવા તે આતુર-આકુળવ્યાકુળ બની જાય છે. સાધ્વી પણ વિચારે છેઃ “મને પણ આવું સુખ જોઈએ. પણ હું તે સારી છું. આ જીવનમાં તે આવું સુખ મને મળે તેમ નથી, પરંતુ આવતા જન્મમાં મને મળી શકે ! મારી તપસ્યાના ફળસ્વરૂપે મને જરૂર આવું સુખ મળી શકે. મારે આવતા ભવે બસ, આવું જ સુખ જોઈએ છે...” સાધ્વીનું ચિત્ત વૈષયિક ભેગસુખ પ્રત્યે અત્યંત આકૃષ્ટ થઈ ગયું. મન વ્યગ્ર બની ગયું. ચિત્ત વિહવળ બની ગયું. તેના મનમાં રેશનીથી ઝગમગતું મકાન એ ઝરુખે...એ સ્ત્રી પાંચ પુરૂષ એ બધાની મોહચેષ્ટાઓ બધું છવાઈ ગયું. બહારથી દેખીતી રીતે તે એ ઉક્ટ ધર્મસાધનામાં નિમગ્ન હતી, રમશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં બેવાઈ ગઈ હતી.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy