SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ९५ વગેાવણી નજરે પડે છે; જૈન સાહિત્ય અને જૈન અનુગામી વર્ગોમાં બૌદ્ધોના સુખશીલ વર્તન અને ધ્યાનના તેમજ પરિ ત્રાજાના પ્રાણાયામ અને શૌચના પરિહાસ દેખાય છે. આમ હાવાથી તે તે દનની ચારિત્રમીમાંસાના ગ્રંથામાં વ્યાવહારિક જીવનને લગતું વર્ણન વિશેષ જુદુ દેયાય તે સ્વાભાવિક છે; એથી જ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં આપણે પ્રાણાયામ કે શૌચ ઉપર એક સૂત્ર નથી જોતા, તેમજ ધ્યાનનું પુષ્કળ વર્ણન તેમાં હેાવા છતાં તેને સિદ્ધ કરવાના બૌધ કે યાગ દનમાં વર્ણવવામાં આવ્યા છે તેવા વ્યાવહારિક ઉપાયે આપણે નથી જોતા. એ જ રીતે તન્ના માં જે પરીષહે અને તપનું વિસ્તૃત તેમજ વ્યાપક વર્ણન છે, તેવું આપણે ચેગ કે મૌધની ચારિત્રમીમાસામાં નથી જોતા. આ સિવાય ચારિત્રમીમાંસાને અગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને તે એ કે, ઉક્ત ત્રણે દશનામાં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) તેને સ્થાન હેાવા છતાં જૈન દર્શનમાં ચારિત્રને જ મેાક્ષના સાક્ષાત્ કારણ તરીકે સ્વીકારી, જ્ઞાનતે તેના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યુ છે; જ્યારે બૌદ્ધ અને ચે!ગ દર્શીનમાં જ્ઞાનને જ મેક્ષનું સાક્ષાત્ કારણ માની, જ્ઞાનના અંગ તરીકે ચારિત્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ વસ્તુ ઉક્ત ત્રણે દર્શનેાના સાહિત્યને અને તેમના અનુયાયીવ મા જીવનના ખારીકીથી અભ્યાસ કરનારને જળુાયા વિના નહિ રહે; આમ હાવાથી તત્ત્વાર્થીની ચારિત્રમીમાંસામાં ચારિત્રલક્ષી ૧. સૂત્રકૃતાગ' અધ્યયન ત્રણુ, ઉદ્દેશ ૪, ગા૦ ૬ ની ટીકા તથા અન્ય ૭, ગા॰ ૧૪ થી આગળ.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy