SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮- સૂત્ર ૧ ૩ર૩ છે અને તેથી તે અવિરતિ કે કષાયમાં આવી જાય છે; એ જ દષ્ટિથી “કર્મપ્રકૃતિ' વગેરે ગ્રંથોમાં ફક્ત ચાર બંધહેતુઓ કહેવામાં આવ્યા છે. બારીકીથી જોતાં મિથ્યાત્વ અને અસંયમ એ બને કષાયના સ્વરૂપથી જુદા નથી પડતા; તેથી કષાય અને યોગ એ બે જ બંધહેતુઓ ગણાવવા પ્રાપ્ત થાય છે. પ્ર–જો એમ જ છે તે અહીં પ્રશ્ન થાય છે કે આ સંખ્યાભેદની જુદી જુદી પરંપરા શા આધારે ચાલી આવે છે? ઉ–-કેઈ પણ કર્મ બંધાય છે, ત્યારે તેમાં વધારેમાં વધારે જે ચાર અંશેનું નિર્માણ થાય છે, તેમના જુદા જુદા કારણ તરીકે કષાય અને ચોગ એ બે હેય છે. પ્રકૃતિ તેમજ પ્રદેશ અંશનું નિમણિગને લીધે થાય છે, અને સ્થિતિ તેમજ અનુભાગ અંશનુ નિર્માણ કષાયને લીધે થાય છે. આ રીતે એક જ કર્મમાં ઉત્પન્ન થતાં ઉક્ત ચાર અંશેનાં કારણે વિશ્લેષણ કરવાની દષ્ટિએ શાસ્ત્રમાં કષાય અને રોગ એ બે હેતુઓનું કથન કરવામાં આવ્યું છે, અને આધ્યાત્મિક વિકાસની ઊતરતી ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કમપ્રકૃતિઓના તરતમભાવનું કારણ જણાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર બધહેતુઓનું કથન કરવામાં આવ્યુ છે. જે ગુણસ્થાને બધહેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય, તે ગુણસ્થાને કર્મપ્રકૃતિઓને તેટલું વધારે બંધ, અને જ્યાં એ બધહેતુઓ ઓછા, ત્યાં કર્મપ્રકૃતિઓને બંધ પણ ઓ છે. આ રીતે મિથ્યાત્વ આદિ ચાર હેતુઓના કથનની પરંપરા એ જુદાં જુદાં ગુણસ્થાનમાં તરતમભાવ પામતા કર્મબંધના કારણને ખુલાસો કરવા માટે છે. અને કષાય તેમજ યોગ એ બે બાવનું કારણ જણ થી કરવામાં આ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy