SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ તત્ત્વાર્થસૂત્ર આત્માના અનુગ્રાહક અર્થાત એના સામર્થના ઉત્તેજક થાય છે ને દ્રવ્યમાન છે. એ રીતે આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવને નિશ્વાસ વાયુ – પ્રાણુ અને ઉદરની અંદર જો ઉસ વાયુ – અપાન એ બન્ને પૌલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહકારી છે. ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાને વ્યાઘાત અને અભિભાવ દેખાય છે. એથી તે શરીરની માફક પૌલિક જ છે. જીવને પ્રીતિરૂપ પરિણામ એ સુખ છે, જે સાતવેદનય કર્મરૂપ અંતરગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે. પરિતાપ એ જ દુખ છે. તે અસાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણુ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે, અને પ્રાણાપાનને ઉચ્છેદ B એ મરણ છે. આ બધા સુખ, દુઃખ આદિ પયી છામાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુલે દ્વારા ઉત્પન્ન થાય છે. એથી તે જીવોના પ્રતિ પુકલના ઉપકાર મનાય છે. [૧૯-૨૦] હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે? परस्परोपग्रहो जीवानाम् । २१ । પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીને ઉપકાર છે. આ સૂત્રમાં છોના પારસ્પરિક ઉપકારનું વર્ણન છે. એક જીવ હિત અથવા અહિતના ઉપદેશ દ્વારા બીજા જીવ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy