________________
૧૮૮
તત્વાર્થસૂત્ર विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिનિ રૂપે
आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषुविजयाવુિ નહિ દારૂ૮૫
સૌધર્મ આદિ દેવલોકમાં નીચે જણાવ્યા પ્રમાણે અનુક્રમે સ્થિતિ જાણવી.
સૌધર્મમાં બે સાગરેપમની સ્થિતિ છે.
ઐશાનમાં કાંઈક અધિક બે સાગરોપમની સ્થિતિ છે.
સાનકુમારમાં સાત સાગરેપમની સ્થિતિ છે.
માહેદ્રથી આરણાઠુત સુધીમાં અનુક્રમે કાંઈક અધિક સાત સાગરેપમ, ત્રણથી અધિક સાત સાગરોપમ, સાતથી અધિક સાત સાગરોપમ, દશથી અધિક સાત સાગરેપમ, અગિયારથી અધિક સાત સાગરોપમ, તેરથી અધિક સાત સાગરોપમ, પંદરથી અધિક સાત સાગરેપમ પ્રમાણ સ્થિતિ છે.
આરણ અય્યતની ઉપર નવ રૈવેયક, ચાર વિજય આદિ અને સર્વાર્થસિદ્ધમાં અનુક્રમે એક એક સાગરેપમ અધિક સ્થિતિ છે.
અહીંયાં વૈમાનિક દેવેની જે સ્થિતિ ક્રમથી બતાવવામાં આવી છે, તે ઉત્કૃષ્ટ છે. તેમની જધન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલા સ્વર્ગમાં બે સાગરેપમની, બીજા સ્વર્ગમાં બે સાગરેપમથી કાંઈક અધિક, ત્રીજામાં સાત સાગરેપમની, ચેથામાં સાત સાગરોપમથી કાંઈક અધિક,