________________
૧૧૦
તત્વાર્થસૂત્ર ભવ અને કાય ભેદથી સ્થિતિ બે પ્રકારની છે. કઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે, તે “ભવસ્થિતિ"; અને વચમાં કેઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું, તે “કાયસ્થિતિ છે. ઉપર જે મનુષ્યની, તિર્યંચની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે એની ભવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે: મનુષ્ય હોય અથવા તિર્યંચ એ બધાની જઘન્ય કાયસ્થિતિ તે ભવસ્થિતિની માફક અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણુ છે; અર્થાત કોઈ પણ મનુષ્ય પોતાની મનુષ્યજાતિમાં લાગલગાટ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે,
બધા તિયાની કાયસ્થિતિ અને ભવસ્થિતિ એક સરખી નથી. એથી એમની અને સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન આવશ્યક છે. તે આ પ્રમાણેઃ પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, જ્યકાળની સાત હજાર વર્ષ, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ કાયની ત્રણ અહોરાત્ર ભવસ્થિતિ છે. એ ચારેયની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણ-ઉત્સર્પિણી પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ દશ હજાર વર્ષ અને કાયસ્થિતિ અનત ઉત્સર્પિણ અવસર્પિણું પ્રમાણ છે. કવિની ભવસ્થિતિ બાર વર્ષ, ત્રીદિયની ઓગણપચાસ અહેરાત્ર અને ચતુરવિની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. પાકિય તિર્યમાં ગર્ભજ અને સમૃછિમની ભાવસ્થિતિ જુદી જુદી છે. ગર્ભજની