SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ હક તત્વાર્થસૂત્ર થનાર એક પ્રકારનાં સૂક્ષ્મ પરમાણુ પણ મન કહેવાય છે. પહેલું ભાવમન અને બીજું દ્રવ્યમન કહેવાય છે. પ્ર–ત્રસત્વ અને સ્થાવરત્વને અર્થશે? ઉ---ઉદેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવાચાલવાની શક્તિ એ ત્રત્વ અને એવી શકિત ન હોવી તે થાવવિ. પ્ર–જે જીવ મનરહિત ગણાયા છે તેમને શું દ્રવ્ય કે ભાવ કઈ પ્રકારનું મન નથી હેતુ? ઉ–-ફક્ત ભાવમન હેય છે. * પ્ર–ત્યારે તે બધા જ મનવાળા થયા, પછી મનવાળા અને મનરહિત એ વિભાગ કઈ રીતે? ઉ–દ્રવ્યમનની અપેક્ષાએ. અર્થાત જેમ બહુ ઘર માણસ પગ અને ચાલવાની શક્તિ હોવા છતાં પણ લાકડીના ટકા સિવાય ચાલી શકતો નથી,એ રીતે ભાવમન હેવા છતાં પણ છવ, દિવ્યમન સિવાય સ્પષ્ટ વિચાર કરી શકો નથી. એ કારણથી દ્રવ્યમનની પ્રધાનતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ મનવાળા અને મનરહિત એ વિભાગ કર્યો છે. પ્ર–બીજો વિભાગ કરવાને શુએ તે અર્થ નથી કે બધા ત્રસ સમનસ્ક અને બધા સ્થાવર અમનક છે? ઉ–નહિ. ત્રસમાં પણ કેટલાક સમનસ્ક હોય છે, પણ બધા નહિ, જ્યારે સ્થાવર તે બધા અમનસ્ક જ હોય છે. સ્થાવરના પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ ભેદ છે અને ત્રસના તેજ કાય અને વાયુકાય એવા
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy