SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨-સૂત્ર ૯ ઉ–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બન્ને પૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે અને બાકીના બધા અપૂર્ણ વિકસિત ચેતનાના વ્યાપાર છે. પ્ર–વિકાસની અપૂર્ણતા વખતે અપૂર્ણતાની વિવિધતાને લીધે ઉપગના ભેદ સંભવે છે; પરંતુ વિકાસની પૂર્ણતા વખતે ઉપયોગમાં ભેદ કેવી રીતે સંભવે ? ઉ–વિકાસની પૂર્ણતાને સમયે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપથી જે ઉપગના ભેદે મનાય છે, તેનું કારણ ફક્ત ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે; અર્થાત પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપે ઉભયસ્વભાવ છે એથી એને જાતે ચેતનાજન્ય વ્યાપાર પણ જ્ઞાનદર્શનરૂપથી બે પ્રકારને થાય છે પ્ર–સાકારના આઠ ભેદમાં જ્ઞાન અને અજ્ઞાનમાં શું તફાવત છે? ઉ–બીજે કાંઈ જ નહિ, ફક્ત સમ્યકત્વના સહભાવ કે અસહભાવને તફાવત છે. પ્ર–તે પછી બાકીનાં બે જ્ઞાનનાં પ્રતિપક્ષી અજ્ઞાન અને દર્શનનાં પ્રતિપક્ષી અદર્શન કેમ નહિ ? ઉ–મનઃપયાય અને કેવળ એ બે જ્ઞાન સમ્યકત્વ વિના થઈ જ શકતા નથી; આથી એમના પ્રતિપક્ષીને સંભવ નથી. દર્શનમાં કેવળદર્શને સમ્યક્ત્વ સિવાય થતું નથી; પરંતુ બાકીનાં ત્રણ દર્શને સમ્યકત્વને અભાવ હોય તે પણ થાય છે, છતાં એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ન કહેવાનું કારણ એ છે કે, દર્શન એ માત્ર સામાન્યને બેધ છે, એથી
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy