SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫ 19 કારણ તેની વિશેષતા માટે બસ છે. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને અસ્મિતા – અભિનિવેશ સામાન્ય રીતે વિશેષ હેાય છે તેથી જ્યારે કાઈ પણ બાબતમાં તે અમુક વિચાર કરે છે ત્યારે તે વિચારને છેવટના અને સપૂર્ણ માનવા તે પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખાઈ બેસે છે અને છેવટે પેાતાના આંશિક જ્ઞાનમાં સપૂર્ણતાને આરેપ કરી લે છે. આવા આરેપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણી ઊભી થાય છે અને તેને લીધે પૂર્ણ અને સત્ય જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે. એક દર્શન આત્મા વગેરે કાઈ પણ વિષયમાં તે માન્ય રાખેલ પુરુષના એકદેશીય વિચારને જ્યારે સપૂર્ણ માની લે છે, ત્યારે તે જ વિષયમાં વિરાધી પણ યથાર્થ વિચાર ધરાવનાર ખીજા દનને તે અપ્રમાણુ કહી અવગણે છે. આ જ રીતે ખીજી દર્શીન પહેલાને અને એ જ રીતે એ બન્ને ત્રીજાને અવગણે છે. પરિણામે સમતાની જગાએ વિષમતા અને વિવાદ ઊભાં થાય છે. તેથી સત્ય અને પૂર્ણ જ્ઞાનનુ દ્વાર ઉઘાડવા અને વિવાદ દૂર કરવા નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તે દ્વારા એમ સૂચવવામા આવ્યું છે કે દરેક વિચારક પેાતાના વિચારને આગમ પ્રમાણ કહ્યા પહેલાં તપાસી જુએ કે તે વિચાર પ્રમાણની કાટિએ મુકાય તેવા સર્વાંશી છે કે નહિ. આવું સૂચન કરવુ એ જ એ નયવાદ દ્વારા જૈન દર્શનની વિશેષતા છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy