SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧- સૂત્ર ૩૪-૩૫ મિથાદષ્ટિવાળે આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા વિષેના અજ્ઞાનને લીધે પિતાના વિશાળ જ્ઞાનરાશિનો ઉપગ પણ ફક્ત સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરે છે; એથી એના જ્ઞાનને અજ્ઞાન કહે છે. એનાથી ઉલટું સમ્યગ્દષ્ટિવાળે આત્મા રાગદેશની તીવ્રતા ન હોવાથી અને આત્મજ્ઞાન હોવાથી પિતાના છેડા પણ લૌકિક જ્ઞાનનો ઉપયોગ આત્માની તૃપ્તિમાં કરે છે; એથી એના જ્ઞાનને જ્ઞાન કહે છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ. [૩ર-૩૩] . હવે નયના ભેદ કહે છે: ' મિણાપત્તાશા ના 1 રૂક! માઘરાણી જિરિયો ! રૂ. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ પાંચ નય છે. આદ્ય એટલે નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદ છે. નયના ભેદેની સંખ્યા વિષે કોઈ એક જ પરંપરા નથી. એની ત્રણ પરંપરાઓ જોવામાં આવે છે. એક પરંપરા સીધી રીતે પહેલેથી જ સાન ભેદ વર્ણવે છે. જેમ કે ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ અને ૭. એવ ભૂત આ પરંપરા આગમાં અને દિગંબરીય ગ્રામાં છે. બીજી પરપરા સિદ્ધસેન દિવાકરની છે. તે નગમને છેડી બાકીના છ ભેદો સ્વીકારે છે. ત્રીજી પરંપરા પ્રસ્તુત સૂત્રે અને તેના ભાષ્યમાં છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy