SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ છે એ શાખા આર્યશાંતિશ્રેણિકથી નીકળેલી છે. આર્યશાંતિ શ્રેણિક આર્યસહસ્તીથી ચોથી પેઢીએ આવે છે. આર્યસહસ્તીના શિષ્ય સુસ્થિત સુપ્રતિબદ્ધ અને તેમના શિષ્ય દિન, દિના શિષ્ય દિન અને દિને શિષ્ય શાંતિશ્રેણિક નોંધાયેલ છે. શાતિશ્રેણિક એ આર્યવાના ગુરુ જે આર્યસિંહગિરિ, તેમને ગુસ્સાઈ થાય; એટલે તેઓ આર્યજની પહેલી પેઢીમાં આવે છે. આર્યસહસ્તીને સ્વર્ગવાસસમય વીરાત ર૯૧ અને વજને સ્વર્ગવાસ સમય વીરત પ૮૪ નોંધાયેલો મળે છે, એટલે સુહરતીના સ્વર્ગવાસસમયથી વજના સ્વર્ગવાસ સમય સુધીનાં ૨૯૩ વર્ષમાં પાંચ પેઢીઓ મળી આવે છે. આ રીતે સરેરાશ એકએક પેઢીનો સાઠ વર્ષ કાળ લેતાં સુહસ્તીથી ચોથી પેઢીએ થનાર શાંતિશ્રેણિકને પ્રારંભકાળ લગભગ વીરાત ૪૭૧ ને આવે. આ વખત દરમિયાન કે ચેડું આગળ પાછળ શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી હશે. વાચક ઉમાસ્વાતિ, શાંતિશ્રેણિકની જ ઉચ્ચનાગર શાખામાં થયા છે એમ માની લઈએ, અને એ શાખા નીકળ્યાને ઉપર અટકળ કરેલ સમય સ્વીકારી આગળ ચાલીએ, તો પણ એ કહેવું કઠણ છે કે, વાચક ઉમાસ્વાતિ એ શાખા નીકળ્યા પછી ક્યારે થયા? કારણ કે પિતાના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુનાં જે નામે પ્રશસ્તિમાં તેમણે १. "थेरेहिंतो णं अजसतिसेणिएहितो माडरसगुत्तेहिंतो एत्य गं ૩રાના સાણા નિરાયા”! મૂળ કલ્પસૂત્રસ્થવિરાવલિ, પૃ. ૫૫ આર્યશાતિપ્રેણિકની પૂર્વ પરંપરા જાણવા માટે એથી આગળનાં કલ્પસૂત્ર'ના પાનાં જુઓ.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy