SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તાવાર્થ સૂત્ર ઉ–વિપયભેદ અને કંઈક નિમિત્તભેદ હોવા છતાં પણ મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિતા જ્ઞાનનું અંતર કારણ જે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમ છે, તે એક જ અહી સામાન્યરૂપે વિવક્ષિત છે. આ અભિપ્રાયથી અહી મતિ આદિ શબ્દને પર્યાય કહ્યા છે. ' પ્ર–અભિનિબોધ શબ્દના સંબંધમાં તે કાંઈ કહ્યું નહિ. માટે એ કયા પ્રકારના જ્ઞાનને વાચક છે એ કહે. ઉ૦–અભિનિબોધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધા જ્ઞાન માટે વપરાય છે અર્થાત મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતાં બધાં જ્ઞાનેને માટે અભિનિબંધ શબ્દ સામાન્ય છે. અને મતિ આદિ શબ્દ એ ક્ષપશમ જન્ય ખાસ ખાસ જ્ઞાને માટે છે. પ્ર–આ રીતે તે અભિનિબંધ એ સામાન્ય શબ્દ થશે અને મતિ આદિ શબ્દ એના વિશેષ થયા, તે પછી એ પર્યાયશબ્દ શી રીતે? ઉ૦–અહીયાં સામાન્ય અને વિશેષની ભેદવિવક્ષા કર્યા વિના જ બધાને પર્યાય શબ્દ કહ્યા છે. [૧] હવે મતિજ્ઞાનનું સ્વરૂપ કહે છે: तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ।१४। તે અર્થાત મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિપ્રિય રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય છે. પ્ર–અહીયાં મતિજ્ઞાનનાં ઈકિય અને અનિંદિય એ બે કારણે બતાવ્યાં છે એમાં ઇયિ તે ચક્ષુ આદિ પ્રસિદ્ધ છે, પણ અનિદ્રિયને શો અર્થ?
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy