SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ - મંત્ર એક રહસ્યમય વસ્તુ " માટે અમે મંત્રવિજ્ઞાન, મંત્રચિંતામણિ તથા મંત્ર- દિવાકર નામના ગ્રંથ રચીને પ્રકટ કરેલા છે.' - આજે ગોપાલસ્વામી હૈયાત નથી, તેમને દેહ છૂટી - એ છે, પણ તેમણે પિતાના જીવન દરમિયાન મંત્રનીઆ મંત્રશક્તિની પ્રતિષ્ઠામાં ઘણું વધારે કર્યો હતો. તેઓ મોટા ભાગે હિમાલયમાં રહેતા અને વરસમાં એકાદવાર પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રના - પ્રદેશમાં આવતા. આ રીતે તેઓ એક વાર દિલ્હી આવ્યો. તેઓ ખુલ્લા શરીરે રહેતા હતા અને કંતાનની લંગોટી વાળતા હતા. . બીરલા હાઉસમાં તેમને મુકામ થયો. તેમના સત્સંગ આ માટે કેટલાક શ્રીમંતે તથા લોકસભાના સભ્યને આમંત્રણ અપાયાં. અગાશીમાં આગંતુકની ઠઠ જામી. તે વખતે સ્વામીજીએ ગોપાલની એક નાની છબી પાટલા પર પધ- રાવી, તેની સામે ઈંટ-પત્થરના થોડા ટુકડા મૂક્યા અને તેને એક વસ્ત્રથી ઢાંકી દીધા. થોડી વારે પ્રાર્થના પૂરી થઈ, - તેમણે પિલું ઢાંકેલું વસ્ત્ર ઉઠાવી લીધું અને નીચેથી સાકરના - ૧. આ ગ્રંથો પૈકી મંત્રવિજ્ઞાનની બીજી આવૃત્તિ થયેલી છે અને તે પ્રાપ્ય છે. બીજા બે ગ્રંથો હાલ મળતાં નથી. જૈન ધર્મને - અનુલક્ષીને અમે નમસ્કારમંત્રસિદ્ધિ, મહામાભાવિક ઉવસગ્ગહર | સ્તોત્ર, હી કારકપાસ, ભકતામ-રહસ્ય, શ્રીઋષિમંડલ આરાધના તથા શ્રી પાર્શ્વ પદ્માવતી આરાધના નામના ગ્રંથ રચેલા છે, તેમાં પણ મંત્રવિષયક ઘણી સામગ્રી આપેલી છે. ' ' '
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy