SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ' જપ-રહસ્ય - થવાની વાત છે. કામે લાગવું એટલે ધ્યેય અનુસાર પ્રવૃત્તિ = કરવી. શું તે આપણે કરીએ છીએ ખરા? ખરી વાત એ છે કે આપણું જીવન બહિર્મુખ છે, - એટલે સુખની શોધમાં બહાર ભટકીએ છીએ અને તે માટે ન કરવાનાં કામ કરીએ છીએ. જે આપણું જીવન અંતર્મુખ થાય તે સુખની શોધ અંતરમાં જ કરીએ અને તે માટે - સહુથી પ્રથમ આપણું મનને જ્યાં ત્યાં ભટકતું અટકાવીએ. - જે મન શાંત થાય-સ્થિર થાય તે આપણને જોઈતું બધું - મળી જાય; કારણ કે એ અંતરમાંથી જ મળવાનું છે.' ' પછી કોઈ વસ્તુની તૃષ્ણા રહે નહિ. “ આખે દેશ શિષ્ય * થાય” એમ કહેવાનો અર્થ એ છે કે આ સંગમાં • આપણે બાદશાહના બાદશાહ બની જઈએ અને સહુ આપણને નમતા આવે. અકબર બાદશાહ ભારે રસાલા સાથે કાશ્મીર જઈ : રહ્યો હતો. તે બનિહાલ પાસ આગળ પહોંચે ત્યાં • બરફનું ભારે તોફાન શરૂ થયું. આ વખતે એક અનુભવી * માણસે કહ્યું કે નજીકમાં એક ઓલિયા પુરુષ રહે છે, તેને * વિનંતિ કરીએ તે આ આફતમાંથી બચી શકાશે. એટલે અકબર બાદશાહ તે પુરુષ સાથે નજીકમાં રહેલા એલિયા પુરુષ પાસે ગયે અને આફતમાંથી બચાવવાની વિનંતિ - કરી. તે ઓલિયા પુરુષે કહ્યું : “આ તોફાને હમણાં શમી જશે. તમે આગળ જઈ શકશો. અને તે ઓલિયા પુરુષે • હાથથી ઈશારે કરતાં એ તાન શમી ગયું. '
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy