SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ન શુદ્ધિની આવશ્યક્તા (૧૨૯ એક બાજુ ભગવાનના નામને કે અન્ય મંત્રને જપ કરતા હોઈએ અને બીજી બાજુ કૂડકપટ કરી લોકોને છેતરતા હોઈએ, તે આપણી સાધના તૂટે છે, એટલું જ નહિ પણ લોકોને વિશ્વાસ ગુમાવીએ છીએ અને આપણી નાલેશી થાય છે. મુખમેં રામ બગલ મેં છૂરી” “બ બેઠે જપે અને જે આવે તે ખપે” વગેરે ઉક્તિઓ આ શુદ્ધિને સિદ્ધાંત નહિ પાળવાથી જ અસ્તિત્વમાં આવી છે. - શરીરશુદ્ધિ અને મનઃશુદ્ધિ પછી સ્થાનશુદ્ધિને વિચાર આવે છે. જે સ્થાનમાં પસાધના કરવી હોય તે સ્થાનની શુદ્ધિ કરવી જોઈએ. જે અશુદ્ધ સ્થાનમાં આસન જમાવીએ તે જ સાધના બરાબર થાય નહિ, ત્યાંનું મલિન વાતાવરણ આપણું મન ઉપર પણ અસર કરે અને ખરાબ વિચાર આવવા લાગે. આ વસ્તુની વિશેષ વિચારણા ‘જપ - ક્યાં કરો ?” એ નામના પ્રકરણમાં કરવામાં આવી છે. . નામજપમાં અમુક સ્થાનને આગ્રહ રાખવામાં આવ્યો નથી, એટલે કે તે ગમે ત્યાં બેસીને થઈ શકે છે, પણ એ સ્થાન શુદ્ધ તે હાવું જ જોઈએ. પાસે મલમૂત્ર પડયાં હોય, સડેલી વસ્તુઓ પડી હોય કે બીજે ગંદવાડ પડ હેય, તે એ સ્થાને જપ ન કરતાં બીજું સારું સ્થાન શેધી કાઢવું જોઈએ. . . . . . ' - ત્યાર પછી દિફશુદ્ધિ એટલે દિશાની શુદ્ધિને વિચાર, આવે છે. તે સંબંધી અનુભવીઓનું કહેવું એવું છે કે જપ ' .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy