SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ નમસ્કારમંત્રસિદ્ધિ સાથે જપમાં ચિત્તની એકાગ્રતા કેટલી થઈ? તેનું પણું સતત ધ્યાન રાખવું. (૧૩) હૃદયરૂપી પુસ્તકના કેરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પિતાના નામની જેમ પંચપરમેષ્ઠીના નામને લખતાં હિઈએ તેવી એકાગ્રતાથી જપ કરે. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ ધ્યેય તે જ રાખવું, જેથી પ્રતિદિન સ્થિરતા વધતી જશે. (૧૪) જપથી અન્ય કાર્ય થાય કે ન થાય, પણ મહદયશુદ્ધિ તે થઈ જ રહી છે અને હૃદયશુદ્ધિના પરિણામે બુદ્ધિ નિર્મળ બની રહી છે.” એમ સતત વિચારવું. “બુદ્ધિ નિર્મળ થવાથી સર્વ પુરુષાર્થોની સિદ્ધિ થાય છે.” એવું શાસવાય સદા સ્મરણ–પથમાં રાખવું. બુદ્ધિને નિર્મળ કરવાનું ધ્યેય જ૫ વડે અવશ્ય પાર પડે છે, એવી શ્રદ્ધા રાખવી. (૧૫) જપ કરનાર સાધકે વિષયને વિષવૃક્ષ જેવા માનવા, સંસારના સમાગમને સ્વપ્રવત્ જેવા, પિતાની વર્તમાન અવસ્થાને સંસારનાટકને એક પાઠ માનવે, શરીરને કેટખાનું, ઘરને મુસાફરખાનું અને આખા મનુષ્યલોકને અરુચિનું સ્થાન માનવું. આ રીતે અનિત્યાદિ ભાવનાઓથી પિતાના આત્માને ભાવિત કરે. (૧૬) શ્રી નમસ્કારમંત્રનો જપ કરવાથી આત્મામાં શુભ કર્મને આશ્રવ થાય છે, અશુભ કર્મને સંવર થાય છે, પૂર્વકર્મની નિર્જરા થાય છે, લેકસ્વરૂપનું જ્ઞાન થાય છે,
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy