SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સંમરણવિધિ ૧૮૫ ૯ના આંક પર પહોંચતાં સ્મરણની સંખ્યા ૧૦૮ થાય છે. આ ગણુના અક્ષરશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ તથા ભાવશુદ્ધિપૂર્વક કરવી જોઈએ અને મનને તેના અર્થમાં જોડાયેલું રાખવું જોઈએ. વળી આ ગણના કરતી વખતે બે હાથ જોડેલા અને મસ્તક કંઈક નમેલું રાખવું જોઈએ. તે વખતે અન્ય કઈ વિચાર મનમાં દાખલ થવું ન જોઈએ. આ રીતે ઓછામાં ઓછું છે કે ૮ વાર સ્મરણ કરવું જોઈએ. પછી રાત્રે શયન કરતાં સુધીમાં જ્યારે પણ સમય મળે અને સમરણ કરવું હોય ત્યારે આ પ્રમાણે જ કરવાને ખ્યાલ રાખવે. ધર્મજાગરિકાનું સ્વરૂપ પ્રાતઃકાલમાં નમસ્કારમંત્રનું સ્મરણ પૂરું થાય કે તરત ધર્મજાગરિકા કરવી જોઈએ. ધર્મજાગરિકા એટલે ધર્મસંબંધી વિચારની જાગૃતિ. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું कि मे कडं किश्चमकिच्च सेस ? किं सकणिज्जं न समायरम्मि ? कि मे परो पासइ ? किं च अप्पा, किं वाहं खलियन विवज्जयामि ॥ * નમસ્કાર-સ્વાધ્યાય ભાગ પહેલે. પૂ. પ૨૪ પરનાં ચિત્રોમાં આ પ્રકારે ગણુના બતાવેલી છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy