SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] સ્મરણુવિધિ ઉઠવાનો સમય: નમસ્કારમંત્રના સાધકે સવારમાં વહેલાં ઉઠવાની ટેવ પાડવી જોઈએ. વહેલાં એટલે ચાર કે સાડા ચાર વાગતાં. કદાચ તેમ ન બની શકે તે પાંચ વાગ્યે તે ઉઠી જવું જ જોઈએ. પ્રાચીન પરિભાષા પ્રમાણે કહીએ તે રાત્રિ ચાર ઘડી બાકી હોય ત્યારે નિદ્રાને ત્યાગ કરે જોઈએ. “શ્રાવક તું ઉડે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત. ૧ ઘડીની ૨૪ મીનીટ, એ રીતે જ ઘડીની ૯૬ મીનીટ થાય. ૯૬ મીનીટ એટલે ૧ કલાક ને ૬ મીનીટ. સૂર્યોદયને સમય સરેરાશ ૬-૩૬ મીનીટને ગણીએ તે આ સમય લગભગ પાંચ વાગ્યાને આવે. ટેવ પાડી પડે છે, એ રીતે પ્રથમથી જ વહેલાં ઉઠવાની ટેવ પાડી હોય તે પાંચ વાગ્યે ઉઠવાનું જરાયે અઘરું નથી. પ્રારંભમાં કદાચ બગાસાં આવે કે ઉઠવાનું મન ન થાય, પણ મન મજબૂત કર્યું કે શરીરમાં સ્ફતિ આવી
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy