SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ નમસ્કારમંત્રસિદ્ધિ અન્ય મંત્રમાં રમો કે સમર પદ આગળ કે પાછળ એક અથવા બે વાર આવેલું હોય છે, પણ નમસ્કાર મંત્રમાં તો પદ પાંચ વાર આવેલું છે, એ તેની આઠમી વિશેષતા છે. આ નમો પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રની દષ્ટિએ ઘણું -મહત્વનું છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ એ વિનયનું પ્રતીક છે, મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ એ શોધનબીજ છે, એટલે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરનારું છે તથા મંત્રદૃષ્ટિએ શાંતિક-પૌષ્ટિક ક્રિયાને સંક્ત કરનારું છે, એટલે તેનાથી સર્વ ઉપદ્રની શાંતિ થાય છે અને ધન-ધાન્યાદિની વૃદ્ધિ થાય છે. નમસ્કારમંત્રની નવમી વિશેષતા એ છે કે તેનું ઉચ્ચારણ કરતાં અડસઠ તીર્થની યાત્રા થઈ જાય છે. તેને એક અક્ષર એક તીર્થ બરાબર છે, એ રીતે અડસઠ અક્ષરે અડસઠ તીર્થ બરાબર ખરી કે નહિ? નમસ્કારની આ વિશેષતાઓ પર સાધકે અવશ્ય મનન કરવું જોઈએ. છે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy